19 ઓગસ્ટ રક્ષાબંધનનું શુભ મુહૂર્ત બપોરે 1:30 વાગ્યાથી લઈને રાત્રે 9:08 વાગ્યા સુધીનું છે. આ દિવસે બહેનોને તેમના ભાઈને રાખડી બાંધવા માટે 7 કલાક 38 મિનિટ સુધીનો સમય મળશે.
શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખ 19 ઓગસ્ટના રોજ સવારે 3.04 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 11.55 કલાકે સમાપ્ત થઈ રહી છે.
રક્ષાબંધનના દિવસે સાંજે પંચક પણ છે. પંચક સાંજે 7 વાગ્યે શરુ થશે અને આગામી દિવસે સવારે 5:53 વાગ્યા સુધી રહેશે. પંચક સોમવારે શરુ થઇ રહ્યો છે. પંચક અશુભ નથી માનવામાં આવતો..તે શુભ હોય છે.
શાસ્ત્રો અનુસાર, શ્રાવણ પૂર્ણિમાની તિથિ પર રક્ષાબંધન ભદ્રા રહિત શુભ મુહૂર્તમાં ઉજવવી શુભ છે. આ સમય દરમિયાન બહેનોએ તેમના ભાઈઓને રાખડી બાંધવી જોઈએ. આ વર્ષે 2024માં રક્ષાબંધન પર 6 શુભ સંયોગોનું સર્જન થઈ રહ્યું છે.
ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિંદુ કેલેન્ડર અનુસાર દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ રાખડી બાંધવાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે. બહેનો ભાઈના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના પણ કરે છે. જ્યારે ભાઈઓ તેમની બહેનની રક્ષાના વચન સાથે ભેટ પણ આપે છે.

