મનુ ભાકરે એક વાર ફરી કમાલ કરી.મનુએ 25 મીટર પિસ્તોલ ઈવેન્ટની ફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું હતું. મનુ ભાકર મહિલાઓની પિસ્તોલ ઈવેન્ટમાં બીજા સ્થાને રહી હતી..મનુ ભાકરે કુલ 590 સ્કોર કર્યો હતો..મનુએ પ્રિસિઝનમાં 97, 98 અને 99 સ્કોર કર્યો હતો. આમાં તેનો કુલ સ્કોર 294 હતો. જ્યારે રેપિડમાં 100, 98 અને 98 સ્કોર કર્યો. આમાં કુલ 296 રહ્યો. હવે મનુ પાસેથી દેશને ગોલ્ડ મેડલની જીતવાની સુવર્ણ આશા છે.
મનુ ભાકરની ફાઇનલ મેચ શનિવારે બપોરે 1 વાગ્યાથી શરૂ થશે
મનુ ભાકર મેડલ જીતી જશે તો આ ઓલિમ્પિકમાં તેના માટે ત્રીજું મેડલ હશે. આ પહેલા તે બે બ્રોન્ઝ મેડલ પણ જીતી ચૂકી છે.
મનુ ભાકર 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં મેડલ જીતશે તો તે ઈતિહાસ રચશે. આ પહેલા ક્યારેય કોઈ ભારતીયે ઓલિમ્પિકમાં સતત ત્રણ મેડલ જીત્યા નથી. મનુ પાસે મેડલ જીતવાની સુવર્ણ તક છે. જો મનુ ભાકર ત્રીજો મેડલ જીતશે તો તે ભારતીય ઈતિહાસની પ્રથમ ખેલાડી બની જશે જેના નામે ત્રણ ઓલિમ્પિક મેડલ હશે. હાલમાં સુશીલ કુમારે પીવી સિંધુની જેમ 2 ઓલિમ્પિક મેડલ જીત્યા છે. મનુ જે ફોર્મમાં દેખાઈ રહી છે તેને જોત આ શક્ય લાગી રહ્યું છે .

