31.6 C
Ahmedabad
Thursday, March 5, 2026

વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપને મોટો ફટકો, TMCએ પશ્ચિમ બંગાળની 4 બેઠકો કબજે કરી,રૂપાલીમાંથી અપક્ષ જીત્યા


કોંગ્રેસે શનિવારે ઉત્તરાખંડની બંને વિધાનસભા બેઠકો જીતી લીધી હતી. પાર્ટીના ઉમેદવાર કાઝી મોહમ્મદ નિઝામુદ્દીન મંગરોળમાં 400 મતોની પાતળી સરસાઈથી જીત્યા હતા.કોંગ્રેસે બદ્રીનાથમાં પણ જીત મેળવી હતી.જ્યાં લખપત સિંહ બુટોલાએ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ભંડારીને પાંચ હજારથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. રાયગંજ બેઠક માટે ગણતરીના તમામ દસ રાઉન્ડ પૂર્ણ થયા બાદ, TMC ઉમેદવાર કૃષ્ણા કલ્યાણીએ ભાજપના માનસ કુમાર ઘોષ સામે વિધાનસભા પેટાચૂંટણીમાં 50,000 થી વધુ મતોથી જીત મેળવી હતી.

ટીએમસીએ પણ બંગાળની ચારેય બેઠકો જીતી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર અને હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુરે દહેરામાં નવ હજારથી પણ વધુ મતોથી જીત મેળવી.જયારે હમીરપુર વિધાનસભા બેઠક પર ભાજપના આશિષ શર્માએ કોંગ્રેસના ઉમેદવાર ડૉ. પુષ્પિન્દર વર્માને હરાવ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહિન્દર ભગતે જલંધર પશ્ચિમ વિધાનસભા બેઠક પર 37 હજારથી પણ વધુ મતોના જંગી અંતરથી જીત મેળવી હતી.

સાત રાજ્યોની 13 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે 10 જુલાઈએ મતદાન થયું હતું. વિવિધ પક્ષોના વર્તમાન ધારાસભ્યોના મૃત્યુ અથવા રાજીનામાને કારણે આ બેઠકો ખાલી પડી હતી. આ બેઠકોમાં બિહારની રૂપૌલ, પશ્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને મણિકતલા, તમિલનાડુની વિક્રવંડી, મધ્યપ્રદેશની અમરવાડા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર, પંજાબની જલંધર પશ્ચિમ અને હિમાચલ પ્રદેશની દેહરા, હમીરપુર અને નાલાગઢનો સમાવેશ થાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -