અમેરિકાથી એક દુખદ સમાચાર આવ્યા હતા. અમેરિકામાં સર્જાયેલા એક અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓનાં મોત નીપજ્યા હતા . અકસ્માતમાં મૂળ આણંદના બોરસદ તાલુકાના ગામોની રહેવાસી 3 મહિલાના મોત થયા હતા.
એટલાન્ટાથી સાઉથ કરોલી જતા સમયે અકસ્માત થયો હતો. સાઉથ કરોલીના ગ્રીનવેલીમાં ડિવાઇડર સાથે કાર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.. કારમાં 4 મહિલાઓ સવાર હતી. જેમાંથી ત્રણ મહિલાના મોત નીપજ્યાં હતા.જ્યારે એક મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી.
મૃતક મહિલાઓમાંથી 1 મહિલા કાવીઠાની વતની છે.જ્યારે 2 વાસણા ગામની વતની હતી. ઇજાગ્રસ્ત મહિલા પણ વાસણાની વતની હોવાની માહિતી મળી છે. અકસ્માતમાં રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ અને મનિષાબેન પટેલનું મોત થયું હતું.

