38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

IPL:- ડેવિડ મિલરે છગ્ગો મારીને ગુજરાતને જીતાડ્યું.. હૈદરાબાદની 7 વિકેટે હાર


ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું… ડેવિડ મિલરે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ 29 રનની ઇનિંગ રમી હતી. અબ્દુલ સમદે પણ 29 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ તરફથી પેટ કમિન્સ, મયંક માર્કન્ડે અને શાહબાદ અહેમદે એક-એક વિકેટ લીધી હતી.

ગુજરાત તરફથી ડેવિડ મિલરે 44 રનની શાનદાર ઇનિંગ રમી હતી. 27 બોલનો સામનો કરીને તેણે 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. મિલર અણનમ રહ્યો હતો. સાઈ સુદર્શને 45 રનની ઈનિંગ રમી હતી. 36 બોલનો સામનો કરીને તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. વિજય શંકર 14 રન બનાવીને અણનમ રહ્યો હતો. ગુજરાત તરફથી બોલિંગમાં મોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવ, રાશિદ ખાન, ઉમરઝાઈ અને નૂર અહેમદે એક-એક વિકેટ લીધી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -