
હોળીને રંગોના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. હોળી ધૂળેટી ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે.

હોળી એટલે પોતાના ગમતાનો ગુલાબ કરી એકબીજાના રંગે રંગવાનો મહોત્સવ..

બનાસકાંઠાના દિયોદર ભાભર રોડ પર આવેલી વેલકમ વીલા સોસાયટીમાં હોળી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.


વેલકમ વીલા સોસાયટીમાં ભાઈઓ,બહેનો તથા બાળકોએ આનંદ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી…

સૌ સોસાયટીના સભ્યોએ હર્ષભેર ઘરે ઘરે જઈને અબીલ ગુલાલની છોળો સાથે ધૂમ મચાવી હતી.

ધૂળેટીના દિવસે ગુલાલ લગાવવો તેમજ રંગ છાંટવો તે સામાજિક મેળ મિલાપ તેમજ ભાઈચારાની એકતાનું પ્રતિક છે.સોસાયટીના સૌ કોઈએ એકબીજા પર પાણીના ફુવારા છાંટીને પણ ધૂળેટી પર્વ નો આનંદ લૂંટ્યો હતો.

હોળીના દિવસે સોસાયટીમાં હોળી પ્રગટાવીને દરેક જણે હોળીની પૂજા અર્ચના સાથે પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવ્યા હતા.. હોળીની આસપાસ દુહાઓ પણ ગાવામાં આવ્યા હતા.

હોળી ધુળેટીને એકબીજા પ્રત્યેની કડવાશ દૂર કરીને સંબંધોમાં મીઠાશ ભરવાનો અનેરો ઉત્સવ પણ ગણવામાં આવે છે.

આ ઉપરાંત અમદાવાદ સહિતના શહેરોમાં ડીજે તેમજ મ્યુઝિકના તાલે ધૂળેટી પર્વ નિમિત્તે લોકોએ નાચગાન સાથે ધૂમ મચાવી હતી.

આ ઉપરાંત વિવિધ ધાર્મિક સ્થળોએ પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા અને એક-બીજાને રંગ લગાવ્યો હતો..

