32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

હોળી પહેલા ભારતીય આ બ્રાન્ડ્સ માટે ક્રેઝી,, અત્યારે ખૂબ વેચાય રહી છે !


દેશમાં હોળીનો તહેવાર આવવાનો છે. તેની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. હોળી પહેલા દારૂના વેચાણમાં જોરદાર ઉછાળો આવ્યો છે. લોકો તેની મોટાપાયે ખરીદી કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન, ભારત સ્કોટલેન્ડની અગ્રણી વ્હિસ્કી કંપની વિલિયમ ગ્રાન્ટ એન્ડ સન્સ માટે ઝડપથી વિકસતા બજાર તરીકે ઉભરી આવ્યું છે. કંપની ગ્લેનફિડિચ, મંકી શોલ્ડર, બાલ્વેની અને હેન્ડ્રીક્સ જિન જેવી પ્રીમિયમ વ્હિસ્કી બ્રાન્ડ્સનું પણ ઉત્પાદન કરે છે. છેલ્લા 4 વર્ષમાં ભારતમાં કંપનીનું વેચાણ ત્રણ ગણાથી વધુ વધ્યું છે. અમેરિકા, યુરોપ અને ચીન જેવા વિકસિત બજારોની સરખામણીમાં ભારતમાં વેચાણ હજુ પણ ઓછું હોવા છતાં, મોટા બજારોમાં ભારતમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. ભારત તેના સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક બની ગયું છે.

નાના શહેરોમાં પણ માંગ વધી

પ્રીમિયમ વ્હિસ્કીની માંગ માત્ર મોટા શહેરો પુરતી સીમિત નથી પરંતુ નાના શહેરોમાં પણ તે વધી રહી છે. આ વધતી માંગને પહોંચી વળવા માટે, વિલિયમ ગ્રાન્ટ એન્ડ સન્સ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરીને અને માર્કેટિંગ પ્રયાસોને વધારીને ભારતમાં તેની હાજરી વધારી રહી છે. કંપની ભારતના સ્થિર રાજકીય વાતાવરણ અને વધતી અર્થવ્યવસ્થાને બજારમાં તેની સફળતા માટેના મુખ્ય પરિબળો તરીકે જુએ છે. સ્થાનિક ભારતીય વ્હિસ્કી બ્રાન્ડ્સની સ્પર્ધા હોવા છતાં, કંપની પ્રીમિયમ વ્હિસ્કીની માંગમાં સતત વૃદ્ધિને લઈને આશાવાદી છે, જેનાથી તમામ બ્રાન્ડ્સને ફાયદો થશે.

વેચાણમાં સતત વધારો

કંપનીના જણાવ્યા અનુસાર, કોરોના પીરિયડ 2019ની સરખામણીમાં બિઝનેસ ત્રણ ગણો વધ્યો છે. તેના કારણે દેશની આવકમાં પણ વધારો થયો છે. વેચાણમાં આ ઉછાળો 2019 અને 2023 ની વચ્ચે આવ્યો છે. આગામી દિવસોમાં તેનું વેચાણ વધુ વધે તેવી શક્યતા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -