36.5 C
Ahmedabad
Thursday, March 5, 2026

અફઘાનિસ્તાન : તેલના ટેન્કર અને બસ વચ્ચે અકસ્માતમાં 21 લોકોનાં મોત,38 થી વધું લોકો ઘાયલ


અફઘાનિસ્તાનના હેલમંડમાં એક દુ:ખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. હેરાત-કંધાર હાઈવે પર રવિવારે સવારે બસ અને ઓઈલ ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં 21 લોકોના મોત થયા હતા, જ્યારે 38થી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાંથી 11ની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

હેલમંડ પ્રાંતના માહિતી અને સંસ્કૃતિ નિર્દેશાલયે જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે સવારે હેલમંડ પ્રાંતના ગ્રીષ્ક જિલ્લાના યખચલમાં બની હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત ત્યારે થયો જ્યારે બસ એક મોટરસાઇકલ સાથે અથડાઈ અને પછી ઓઈલ ટેન્કર સાથે અથડાઈ, ત્યારબાદ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી

કરૂણ અકસ્માતમાં બસમાં સવાર 16 મુસાફરો, મોટરસાઇકલ પર સવાર 2 અને ટેન્કરમાં સવાર 3 લોકોના મોત થયા હતા. મામલાની માહિતી આપતાં એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને તાત્કાલિક ગ્રીષ્ક જિલ્લા અને હેલમંડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં દેશના ઘણા પ્રાંતોમાં ટ્રાફિક સંબંધિત ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. લોકોના મતે, અફઘાનિસ્તાનમાં ટ્રાફિકની ઘટનાઓ પાછળના કારણો તરીકે જર્જરિત રસ્તાઓ, બેદરકારી અને વધુ પડતી ઝડપ જેવા પરિબળોને ઓળખવામાં આવ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -