ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે રમાયેલી બીજી T20માં એકતરફી જીત હાંસલ કરી હતી. હોલકર ક્રિકેટ સ્ટેડિયમ, ઈન્દોરમાં રમાયેલી બીજી T20માં ટીમ ઈન્ડિયાએ 173 રનના લક્ષ્યનો પીછો કરતા 15.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. મેચમાં ભારતની જીતના હીરો યશસ્વી જયસ્વાલ અને શિબમ દુબે રહ્યા હતા. ઈન્દોરમાં આ જીત જોઈને વિરાટ કોહલી અને શુભમન ગિલ પોતાના હાસ્યને કાબૂમાં રાખી શક્યા નહીં.
બીસીસીઆઈએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો શેર કર્યો, જેમાં અફઘાનિસ્તાન સામેની બીજી જીત પછીની કેટલીક ક્ષણો બતાવવામાં આવી છે. વીડિયોમાં શિવમ દુબેનો વિનિંગ શોટ સૌથી પહેલા જોવા મળ્યો હતો. આ પછી કેમેરા ડગઆઉટ તરફ ગયો, જ્યાં વિરાટ કોહલી અને શુભમન ગિલ સહિત ઘણા ભારતીય ખેલાડીઓ હાજર હતા. ભારતની એકતરફી જીત જોઈને તમામ ખેલાડીઓ પોતાના હાસ્યને કાબૂમાં રાખી શક્યા ન હતા. આ પછી સ્ટેન્ડમાં હાજર દર્શકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારબાદ અંતે અફઘાન ખેલાડી શિબમ દુબેનું બેટ ચેક કરતો જોવા મળ્યો હતો.

