28.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગુજરાતમાં ફરી શંકાસ્પદ લઠ્ઠાકાંડ ! દેશી દારૂ પીધા બાદ ગણતરીની મીનિટોમાં લોકોના મોત થયા !


પાટનગર ગાંધીનગરના લિહોડા અને મુવાડામાં ઝેરી દારૂ પીતા બે લોકોના મોત થયા છે..જ્યારે ગામના નવ જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગત રાત્રીએ લિહોડા અને મુવાડા ગામના કેટલાક લોકોએ દેશી દારૂ પીધો અને લોકોની તબિયત બગાડવાની શરૂ થઈ ગઈ.

આ ઘટનામાં બુટલેગરના ઘરેથી દારૂ પીવાથી લોકોના મોત થયા હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે. મહત્વનું છે દેશી દારૂ પીતા લિહોડા ગામના પાંચ લોકો સારવાર હેઠળ છે. જ્યારે અન્ય મુવાડા ગામના રહેવાસીઓ છે. આ જ્યારે લખાઈ રહ્યું છે. ત્યારે અન્ય એક વ્યક્તિને આઈસીયું સારવાર આપવામાં આવી રહી છે. આ વ્યક્તિ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

સ્થાનિક સરપંચનું કહેવું છે કે, ગામની અંદર આંગણવાડી આવેલી છે. તેની બાજુમાં દેશી દારૂનું મોટા પાયે વેચાણ થાય છે.તેવું સરપંચનું કહેવું છે. સરપંચના જણાવ્યા અનુસાર પોલીસ તંત્રને દેશી દારૂના વેચાણ મુદ્દે અનેક વાર રજુઆત કરવા છતાં પોલીસતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું કહેવામાં આવ્યું છે. તેમજ સ્થાનિક પોલીસ તંત્ર હપ્તા લેતા હોવાથી બુટલેગરો પર કાર્યવાહી કરતી નથી તેવા આક્ષેપ સ્થાનિક ગામના સરપંચનું કહેવું છે.

ગુજરાતમાં આ રીતે દારૂ પીવાથી લોકોના મોત થઈ રહ્યા છે. તે છતાં સ્થાનિક તંત્ર કેમ કાર્યવાહી કરવામાં નિષ્ફળ નિવડે છે. ક્યાં સુધી આમ નાગરિકોના જીવ દારૂની ભઠ્ઠીમાં શેકાતા રહેશે. લિહોડા તેમજ મુવાડા ગામ અને આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં દારૂ વેચાઈ રહ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -