સાબરકાંઠા જિલ્લામાં કલા મહાકુંભ 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંતિજ તાલુકાની મોટા પોયડા પ્રાથમિક શાળાના બાળકો જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં રાસની સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબરે સ્થાન પ્રાપ્ત કર્યુ છે..

કલા મહાકુંભમાં 4થી 14વર્ષમાં સમૂહગીત, વક્તૃત્વ સ્પર્ધા, ગરબા, લોકનૃત્ય, તબલા સહીતની 19ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જયારે 15થી 20વર્ષની વય સુધીમાં રાસ, એક પાત્રિય અભિનય, ગઝલ -શાયરી, ચિત્રકલા, કાવ્ય લેખન,લગ્નગીત, સહીત 21ઇવેન્ટ રજૂ કરવામાં આવી હતી..

જયારે 21 થી 59 વર્ષ સુધી કાવ્ય લેખન, દોહા છંદ ચોપાઈ, સુગમ સંગીત સહીતની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.. દરેક ઇવેન્ટમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

