પાકિસ્તાન, દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા.. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હતું અને તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. ગુરુવારે બપોરે 2.50 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર કાબુલથી 241 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. દિલ્હી અને એનસીઆરના લોકોએ જણાવ્યું કે તેમને ભૂકંપના આંચકા અનુભવાયા.
ભૂકંપ દરમિયાન શું કરવું
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, ભૂકંપ દરમિયાન ગભરાશો નહીં, શાંત રહો. ટેબલની નીચે જાઓ અને તમારા માથાને એક હાથથી ઢાંકો. ઇમારતો અને વૃક્ષોથી દૂર રહો. આ સિવાય લિફ્ટનો ઉપયોગ ન કરો. જો તમે વાહનની અંદર હોવ, તો તેને રોકો અને ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી અંદર જ રહો.

