37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ભારત-માલદીવ વચ્ચેના વિવાદ વચ્ચે..ભારત સરકારનો આ પ્લાન જાણી હોશ ઉડી જશે


ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે માલદિવને વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે. લક્ષદ્વીપને માલદીવનો વિકલ્પ બનાવવા માટે, ભારત કેન્દ્રશાસિત પ્રદેશમાં એક નવું એરપોર્ટ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ નવું એરપોર્ટ લક્ષદ્વીપના મિનિકોય ટાપુ પર બનાવવામાં આવશે. એરપોર્ટની સૌથી મોટી ખાસિયત એ હશે કે અહીંથી માત્ર સિવિલિયન જ નહીં પરંતુ મિલિટ્રી એરક્રાફ્ટ પણ ઓપરેટ કરી શકાશે.

સમાચાર એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને કહ્યું કે, ‘યોજના હેઠળ અહીં એક સંયુક્ત એરફિલ્ડ બનાવવાની તૈયારી છે, જે ફાઈટર જેટ, સૈન્ય પરિવહન અને કોમર્શિયલ એરક્રાફ્ટ ચલાવવા માટે સક્ષમ હશે.’ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે મિનિકોય આઇલેન્ડ પર નવું એરફિલ્ડ બનાવવાની દરખાસ્ત પહેલેથી જ કરવામાં આવી છે. પરંતુ નવી યોજના હેઠળ, સંરક્ષણ અને નાગરિક બંને હેતુઓ માટે સંયુક્ત એરફિલ્ડ બનાવવાની દરખાસ્ત પ્રથમ વખત કરવામાં આવી છે.

એરપોર્ટ બનાવવાથી બે ફાયદા થશે

સરકારના આ નિર્ણયનો હેતુ માત્ર લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો નથી, પરંતુ તે અહીંથી અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેની દેખરેખ ક્ષમતાને મજબૂત કરવા માંગે છે. નવા એરફિલ્ડ સાથે ભારતને એક કાંકરે બે પક્ષી મારવાની તક મળવા જઈ રહી છે. લક્ષદ્વીપના મિનિકોય ટાપુ પર નવું એરફિલ્ડ બનાવવાનો પહેલો પ્રસ્તાવ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આપવામાં આવ્યો હતો.

વર્તમાન દરખાસ્ત દર્શાવે છે કે ભારતીય વાયુસેના એરફિલ્ડથી સંચાલન કરવા માંગે છે. એકવાર કાર્યરત થયા પછી, એરપોર્ટ સંરક્ષણ દળોની સર્વેલન્સ ક્ષમતા તેમજ સ્થાનિક પ્રવાસન ઉદ્યોગની આવકમાં વધારો કરશે. સરકારે લક્ષદ્વીપમાં પ્રવાસન વધારવા માટે પહેલેથી જ એક યોજના બનાવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -