32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સહારાના વડા સુબ્રત રોયનું લાંબી માંદગી બાદ અવસાન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ.


સહારાના વડા સુબ્રત રોયનું મંગળવારે 75 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું હતું. સુબ્રત રોયની અહીં ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ લાંબા સમયથી બીમાર હતા. કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે સહારા ગ્રુપના ચીફ સુબ્રત રોયનું મૃત્યુ કાર્ડિયોરેસ્પિરેટરી અરેસ્ટને કારણે થયું છે.

કંપનીએ વધુમાં જણાવ્યું કે 12 નવેમ્બરે તેમની તબિયત બગડતાં તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 14 નવેમ્બરે રાત્રે 10:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સહારા ગ્રુપના ચેરમેન રોયના પાર્થિવ દેહને બુધવારે લખનૌ, યુપી લાવવામાં આવશે.

અખિલેશ યાદવે શું કહ્યું?

અખિલેશ યાદવે કહ્યું કે શ્રી સુબ્રત રોય જીનું અવસાન ઉત્તર પ્રદેશ અને દેશ માટે એક ભાવનાત્મક ખોટ છે.કારણ કે તેઓ એક ખૂબ જ સફળ ઉદ્યોગપતિ હોવાની સાથે-સાથે વિશાળ હૃદય ધરાવતા ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ પણ હતા. જેમણે અસંખ્ય લોકોને મદદ કરી અને તેમનો આધાર બન્યા હતા..હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ!


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -