આજે તદ્દન અલગ તરી આવતા સબંધ ઉપર વાત કરીએ : ” પંદર મિનિટનો પ્રેમ ને બે મિનિટનું બ્રેક અપ ” આજકાલ રિલેશનશિપમાં જાણે ફાસ્ટ જમાનાની સાથે બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધો પણ એટલી જ ઝડપે બંધાય જાય ને તેનાથી પણ ઓછા સમયમાં બ્રેકઅપ પણ થઈ જાય છે..એવા સાવ પોચા સંબંધ થઈ ગયા છે. ક્યાં એ સાત જન્મોના પ્રેમ અને સાથ નિભાવવાની કસમો ખાતા પ્રેમીઓ આ બધુય વાતો બની રહી ગયું ને કદાચ જો આ કળયુગમાં એવો પ્રેમ કે સબંધ પાંગરી જાય તો સમજી લો તમે નસીબદાર છો. બાકી થોડા સમય માટે કોઈને કોઈ ગમી જાયને બીજી જ ક્ષણે કોઈ ત્રીજી વ્યક્તિ ગમતી હોય…
એમાંય એકબીજાને ના કહેવામાં પણ જરાય ખચકાટ નહીં ને દગો કરવામાં પણ શરમ નહીં.. એવી કપરી આ કળયુગની ઘડી છે.
જો છોકરો સાચો પ્રેમ કરતો હશે તો છોકરી દગો કે ટાઈમપાસ કે તેના પૈસા પાછળ હશે ને જો છોકરી મન થી ચાહતી હશે તો છોકરો તેને છેતરતો હશે… આવું અનેક કિસ્સાઓને સમાચારોથી આપણે સૌ વાકેફ છીએ.
રીલેશન એટલે ફક્ત તન નહીં પરંતુ મન નો મેળાપ.. એકબીજા માટે સમ્માન, દુઃખ ના સાથી તેમજ લાગણીઓની આપ-લે..
જો સબંધોમાં આ ભાવના નથી તો સબંધો સ્વાર્થ ના જ હશે. એકબીજાને ઇજા પહોંચાડ્યા સિવાય તેનાથી દૂર રહી ને પણ સદાય તેની ખુશી ઈચ્છે એ પ્રેમ કે સબંધ, બાકી એને ખુશ જોઈ ને પોતાના એકતરફી પ્રેમમાં તેની જ જિંદગી હણી લે એ તો રાક્ષસથી પણ આગળ હશે.

