ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે અંગ્રેજી વિભાગમાં ફરજ બજાવતા એસોસિયેટ પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડોક્ટર અતુલકુમાર એમ.પરમારને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અક્કલકુવા અને એસએમએસ ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ એકેડેમી મહારાષ્ટ્ર ના સંયુક્ત તત્વધવાનમાં યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં સંશોધન શિક્ષણ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમણે આપેલા યોગદાન માટે નેશનલ લેવલ યંગ રિસર્ચ એવોર્ડ તારીખ 21-10-2023 ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો..

આ એવોર્ડ તેમને કવિયત્રી બહિનાબાઈ નોર્થ મહારાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર સુરેખા પલાવેના હસ્તે આપવામાં આવ્યો હતો.

