માનદ સેવા આપવા ઇચ્છતા ઉમેદવારો લાગુ પડતા વિસ્તારના ૮ કિ.મી ત્રિજ્યામાં આવતા યુનિટોના પોલીસ સ્ટેશન ખાતે આગામી ૨૭ ઓકટોબરથી ૧૦ નવેમ્બર સુધી અરજી કરી શકશે.
ગાંધીનગર જિલ્લા હોમગાર્ડઝના તાબાના યુનિટો માટે ૧૦૮ પુરુષ, ૦૬ મહિલા મળી કુલ – ૧૧૪ હોમગાર્ડઝની ભરતીનું ગાંધીનગર જિલ્લા હોમગાર્ડઝની કચેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લા હોમગાર્ડઝના ઇન્ચાર્જ જિલ્લા કમાન્ડન્ટની યાદી અનુસાર લાગુ પડતા વિસ્તારના ૦૮ કિ.મી ત્રિજ્યામાં આવતા યુનિટોના પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હોય તેવા ઉમેદવારો જ હોમગાર્ડઝની ભરતી માટેનું ફોર્મ ભરી શકશે. અરજી ફોર્મ ભરી જે તે યુનિટ કચેરી ખાતે ૨૭/૧૦/૨૦૨૩ થી ૧૦/૧૧/૨૦૨૩ સુધી સવારે -૧૧.૦૦ થી ૧૭:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાનું રહેશે. ભરતી અંગેની વધુ માહિતી તેમજ ભરતી ફોર્મ હોમગાર્ડઝ દળની વેબસાઈટ https://homeguards.gujarat.gov.in પર મૂકવામાં આવ્યા છે જેને કાળજીપૂર્વક વાંચીને અરજી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના જિલ્લાના ચિલોડા, ડભોડા, મોટી આદરજ, ઉવારસદ, ઉનાવા, દહેગામ, રખિયાલ, કલોલ, માણસા અને ગાંધીનગર યુનિટમાં ખાલી રહેલી હોમગાર્ડઝની વિવિધ જગ્યા માટે આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

