વિદ્યાર્થીઓના પ્રાણ પ્રશ્નો માટે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI લડત લડે છે.ત્યારે બનાસકાંઠા જિલ્લા NSUI પ્રમુખ તરીકે હાર્દિક પઢીયારની તાજેતરમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. રવિવારે તેઓએ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ વાઘેલાની અધ્યક્ષ સ્થાને વિશાળ સંખ્યા સાથે જિલ્લ્લા કોંગ્રેસ સમિતિ ખાતે ચાર્જ સંભાળ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના NSUI પ્રમુખ હાર્દિક પઢીયાર કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ મને જવાબદારી આપી તે બદલ હુ સૌનો આભાર વ્યક્ત કરું છું. જિલ્લાની અંદર વિદ્યાર્થીઓના અનેક પ્રશ્નો છે તેની સામે લડત લડવામાં કોઈ પ્રકારની હું કસર બાકી રાખીશ નહીં. તેઓ વધુમાં કહ્યું હતું કે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ચાલતી સરકારી શાળાઓની બેદરકારી બાબતે પણ વિદ્યાર્થીઓની સાથે ખભેથી ખભો મિલાવી લડત લડીશ.
બનાસકાંઠા જિલ્લા NSUI પ્રમુખ હાર્દિક પઢીયારે કહ્યું હતું જિલ્લાની અંદર કેટલીક કોલેજની વિદ્યાર્થીઓને બેફામ રીતે ફી લેવામાં આવે છે તેવી કોલેજને આવનારા સમયમાં ખુલ્લી પાડવામાં આવશે. જિલ્લાની અંદર સરકારી કોલેજ કોલેજોની સંખ્યા ઓછી છે તો વધુ સરકાર તરફથી વધુ મંજૂરી આપવામાં આવે તેવી આવનારા સમયમાં રજૂઆત કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો હાજર રહીને શુભકામના પાઠવી હતી.

