28.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

અમદાવાદના ફન બ્લાસ્ટ ખાતે આયોજિત આંગણવાડીના બાળકો માટે ‘મનોરંજન પ્રવાસ’ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની પ્રોત્સાહક ઉપસ્થિતિ


અમદાવાદના ફન બ્લાસ્ટ ખાતે આયોજિત આંગણવાડીના બાળકો માટે ‘મનોરંજન પ્રવાસ’ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રોત્સાહક ઉપસ્થિતિ.

અમદાવાદના એસ.જી.હાઇવે સ્થિત ફન બ્લાસ્ટ ખાતે આયોજિત આંગણવાડીના બાળકો માટે ‘મનોરંજન પ્રવાસ’ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

આ મનોરંજન પ્રવાસ કાર્યક્રમ અમદાવાદ, સાણંદ તથા દસક્રોઈ આંગણવાડીના ૨૫૦ થી વધુ બાળકો સાથે યોજાયો હતો.

આ મનોરંજન પ્રવાસ કાર્યક્રમની શરૂઆત ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા બાળકો સાથે બલૂન ઉડાડીને કરવામાં આવી હતી. ત્યારબાદ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા બાળકોને વિવિધ ગેમ્સ રમાડવામાં આવી હતી. સાથે જ તેમણે બાળકોને નાસ્તો કરાવ્યો અને બાળકો તથા આંગણવાડી મહિલાકર્મીઓ સાથે વાર્તાલાપ પણ કરી હતી.

આ કાર્યક્રમમાં સાણંદના ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.કે.દવે, જિલ્લાના વિવિધ અધિકારીશ્રીઓ, આંગણવાડીના અધિકારીશ્રીઓ, આંગણવાડી મહિલા કર્મીઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા..અમદાવાદ, સાણંદ તથા દસક્રોઈ આંગણવાડીના ૨૫૦થી વધુ બાળકો સાથે મનોરંજન પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -