રાજ્યમાં આ મહિનામાં ફરીથી વરસાદ ખાબકશે. વિવિધ ભાગોમાં 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન ફરીથી વરસાદી માહોલ જામશે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાર્વત્રિક વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતો માટે ફરીથી આ ખુશીની સમાચાર છે.
રાજ્યમાં જૂન-જુલાઈ બાદ સાર્વત્રિક વરસાદને જાણે બ્રેક વાગી ગઈ છે ત્યારે ફરીથી ચોમાસું સક્રીય બનશે. રાજ્યમાં 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
વરસાદી સિસ્ટમ સક્રીય થતા 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અરબ સાગરમાં સિસ્ટમ સક્રીય થઈ છે. બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર સિસ્ટ બનતા વરસાદી માહોલ ફરીથી જામશે. 14 સપ્ટેમ્બરે આ સિસ્ટમ વધુ મજબૂત રીતે સક્રીય થશે.
આહવ, ડાંગ, ધરમપુર, કપરાડા, સુરત, નવસારી, સૌરાષ્ટ્રમાં 19 તારીખ આસપાસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 22 તારીખ આસપાસ સૌરાષ્ટ્ર, કચ્છ સહીતના તમામ ભાગોમાં વરસાદી માહોલ જામશે. સુરત, નવસારી, ભરુચમાં સપ્ટેમ્બરના એન્ડમાં પણ વરસાદ ખાબકી શકે છે.

