26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર: ચંદ્રાલા નાકા પોઇન્ટથી પોલીસે લક્ઝરી બસમાંથી દિલ્લીના એક શખ્સને પિસ્તોલ અને 11 જીવતા કારતૂસ સાથે ઝડપ્યો


ગાંધીનગરમાં ચિલોડા પોલીસે ચંદ્રાલા નાકા પોઈન્ટ પર વાહનોની ચેકિંગ હાથ ધરી હતી. દરમિયાન હિંમતનગર તરફથી આવતી એક ખાનગી લક્ઝરી બસમાંથી દિલ્હીના નિઝામપુરના એક શખ્સને એક પિસ્ટલ અને 11 જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો હતો. આ મામલે પોલીસે કુલ રૂ. 28 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચીલોડા પોલીસે ચંદ્રાલા નાકા પોઈન્ટ પર હિંમતનગર તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન હિંમતનગરથી આવતી રાજસ્થાનના જયપુરથી મહારાષ્ટ્રના પુના સુધીના રૂટની ખાનગી લક્ઝરી બસને રોકી હતી. બસમાં તપાસ કરતા દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતા એક શખ્સના બેગની તપાસ કરતા તેમાંથી મેડ ઇન ઈટાલીની મેગઝિનવાળી એક પિસ્તોલ અને 11 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

કુલ રૂ. 28 હજારનો મુદ્દામાલ જપ્ત

પોલીસે તે શખ્સની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા તેનું નામ પ્રદિપકુમાર નાદરસિંગ રામેરસિંગ જાટ હોવાનું જણાવ્યું હતું. આરોપી 38 વર્ષનો હોવાનું અને ઉત્તર પશ્ચિમ દિલ્લીના નિઝામપુર થાના-કુંવેલા ખાતેના ગદામોહલ્લા અંધાપાના ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. જો કે, હથિયાર મામલે તેણે ચુપકીદી સાધી લેતા પોલીસે તેની વધુ સઘન પૂછપરછ હાથ ધરી છે. આરોપી પાસેથી પોલીસે મોબાઇલ, રોકડ મળી કુલ રૂ. 28 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -