26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર: ઘ-2માં ‘પોલીસ’ લખેલી કારે ફૂટપાથ પર સૂઈ રહેલી શ્રમજીવી મહિલાને કચડી, ચાલક દારૂ પીધેલો હોવાના આરોપ


ગાંધીનગરના ઘ-2 પાસે પોલીસ લખેલી એક પૂરઝડપે આવતી કારે ડિવાઇડર અને ફૂટપાથ કુદાવી ફોરેસ્ટ એરિયામાં ઝાડ નીચે સૂઈ રહેલી એક શ્રમજીવી મહિલાને અડફેટે લીધી હતી. અક્સ્માતને પગલે ભેગા થયેલા લોકોએ આરોપી યુવકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. કેટલાક લોકોએ જણાવ્યું કે, યુવક દારૂના નશામાં હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફૂટપાથ કુદાવી, ફેસિંગ તોડી કાર શ્રમજીવી મહિલા પર ચઢી

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના ઘ-2 નજીક સોમવારે મોડી રાતે એક કારચાલકે પૂરઝડપે કાર હંકારી હતી. દરમિયાન કંટ્રોલ ગુમાવતા કાર ફૂટપાથ કુદાવીને સર્વિસ રોડ પર ચઢી ગઈ હતી અને ફેંસિંગ તોડીને ફોરેસ્ટ એરિયા કે જ્યાં શ્રમજીવીઓ ઝૂંપડા બાંધીને રહે છે ત્યાં સૂઈ રહેલી એક શ્રમજીવી મહિલા પર ચઢાવી હતી. ત્યાર બાદ કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતને પગલે લોકોનું તોડું ભેગું થયું હતું અને યુવકને પકડી રાખી પોલીસને જાણ કરી હતી.

યુવક દારૂ પીધેલો હોવાનો આરોપ

પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી યુવકની ધરપકડ કરી હતી. તેની કારમાંથી ગ્લાસ અને ચવાણાના પેકેટ પણ મળી આવ્યા હતા. નજરે જોનારા કેટલાક લોકોએ જણાવ્યું કે, કારચાલક યુવક દારૂના નશામાં ધૂત હતો. પોલીસે યુવકની પૂછપરછ કરતા તેનું નામ દિલેર ટીકુસિંહ પરમાર હોવાનું અને સેક્ટર-21માં રહેતો હોવાનું જણાવ્યું હતું. તેના મામા પોલીસમાં હોવાથી ગાડીમાં પોલીસનું બોર્ડ રાખ્યું હતું. આ મામલે પોલીસે યુવકની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -