26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર: રણાસણ ગામમાં જુગારધામ ઝડપાયું, જુગાર રમતા 10 ઇસમોની ધરપકડ, 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો


ગાંધીનગરમાં રણાસણ ગામમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર ધામ પર ડભોડા પોલીસે દરોડો પાડીને 10 ઇસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે રૂ.1 લાખ 9 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને જોઈ જુગારીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો

મળતી માહિતી મુજબ, ડભોડા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, રણાસણ ગામમાં આવેલા ઠાકોર વાસ પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગારીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પોલીસે ચારે દિશા કોર્ડન કરી તમામ ઇસમોને ઝડપી લીધા હતા. ઘટના સ્થળેથી પોલીસે જુગારનું સાહિત્ય, મોબાઇલ, રોકડ મળી કુલ રૂ. 1 લાખ 9 હજાર 300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અમદાવાદ અને દહેગામથી શ્રાવણિયો જુગાર રમવા આવ્યા હતા

ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં તેમની ઓળખ તખતસિંહ ઠાકોર, ગોવિંદભાઇ ઠાકોર, મુકેશભાઇ ઠાકોર, શૈલેષ ઠાકોર, વિપુલભાઇ પરમાર, દસરથસિંગ પરમાર, મિલેષકુમાર સોલંકી, જયદીપસિંહ ચૌહાણ, વિશાલ બારોટ અને કાળાજી ચૌહાણ તરીકે થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ અને દહેગામથી તેઓ શ્રાવણિયો જુગાર રમવા માટે જુગાર ધામ પર આવ્યા હતા. આ મામલે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -