31 C
Ahmedabad
Tuesday, March 3, 2026

બનાસકાંઠા : શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે જિલ્લા કક્ષાના- ૨ અને તાલુકા કક્ષાના ૨૩ સહિત કુલ-૨૫ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાતય કરાશે 


બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે જિલ્લા કક્ષાના- ૨ અને તાલુકા કક્ષાના ૨૩ મળી કુલ-૨૫ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાતય કરાશે*

જિલ્લા પારિતોષિક એવોર્ડ માટે પ્રજાપતિ ભગવાનભાઈ આંબાભાઈ- દીપડા પ્રાથમિક શાળા અને પોલરા પનહાજબેન લિયાકત અલી- ચાંગા પે કેન્દ્ર શાળાની પસંદગી

રાજ્ય સરકાર દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વર્ષ- ૨૦૨૩ માટે જિલ્લા કક્ષાના- ૨ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક તથા તાલુકા કક્ષાના ૨૩ મળી કુલ- ૨૫ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૨૩ માટે જાહેર કરવામાં આવેલ છે.

જેમાં જિલ્લા પારિતોષિક એવોર્ડ માટે પ્રાથમિક વિભાગ બીટ કેની./ બી.આર.સી/ સી.આર.સી. અને એચ.ટાટ. આચાર્ય કેડરમાં શ્રી પ્રજાપતિ ભગવાનભાઈ આંબાભાઈ- દીપડા પ્રાથમિક શાળા અને શિક્ષક કેડરમાં સુશ્રી પોલરા પનહાજબેન લિયાકત અલી- ઉપ શિક્ષકશ્રી ચાંગા પે કેન્દ્ર શાળાની પસંદગી કરવામાં આવી છે.

જ્યારે તાલુકા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કુલ- ૨૩ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં દાંતીવાડા તાલુકામાંથી પટેલ દિલીપકુમાર શંકરભાઇ- ડાભીપુરા પ્રાથમિક શાળા અને પ્રજાપતિ પ્રવિણકુમાર વિરચંદભાઈ-ઉત્તમપુરા(ડાં)પ્રાથમિક શાળાની પસંદગી કરાઈ છે.

દાંતા તાલુકામાંથી રાવલ રસિકલાલ કચરાલાલ- હરીવાવ પ્રાથમિક શાળા અને પટેલ ગિરીશભાઈ કચરાભાઈ- શ્રી ઘોડાટાંકણી પ્રાથમિક શાળાનું નામ જાહેર કરવામાં આવેલ છે.

અમીરગઢ તાલુકામાંથી મકવાણા દિનેશભાઈ કાંતીભાઈ- જૂની સરોત્રી પ્રાથમિક શાળા અને પ્રજાપતિ રમણલાલ ત્રિભોવનદાસ- સનવાડી પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલુકા પારિતોષિક માટે પસંદ કરાયા છે.

જયારે પરમાર હેમાભાઇ પુનમાભાઈ- ચડોતર પ્રાથમિક શાળા અને પ્રજાપતિ ભાવના રણછોડભાઈ- પીપળી (ભા) પ્રાથમિક શાળાની પાલનપુર તાલુકામાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઈ છે.

ડીસા તાલુકાની વાઘપુરા પ્રાથમિક શાળાના પટેલ પારૂલબેન ઈશ્વરભાઇ અને ઢેઢાલ પ્રાથમિક શાળાના જોષી ત્રિભોવનભાઇ આશારામભાઈની ડીસા તાલુકામાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે.

તો  થરાદ તાલુકામાંથી પંચાલ મયૂરી નટવરભાઈ થરાદ શાળા નં- ૧ પ્રાથમિક શાળા અને જોષી દિપકકુમાર દાનારામ- રામપુરા પ્રાથમિક શાળા તેમજ વાવ તાલુકામાંથી ચોથા નેસડા પ્રાથમિક શાળાના રાઠોડ જામાજી વિહાજી અને ચોટીલ પ્રાથમિક શાળાના જોષી નટવરભાઈ જયરામભાઇની પસંદગી કરવામાં આવી છે.

વડગામ તાલુકામાંથી પટેલ હરેશકુમાર પ્રહલાદભાઈ- લેબલાપુરા પ્રાથમિક શાળા અને રાવલ કિરણકુમાર ભીખાલાલ- ચિત્રોડા પ્રાથમિક શાળાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવામાં આવ્યા છે.

જયારે  કાંકરેજ તાલુકામાંથી ટોટાણા પ્રાથમિક શાળાના પ્રજાપતિ લક્ષ્મણભાઈ જેઠાલાલ, લાખણી તાલુકામાંથી મોરાલ પ્રાથમિક શાળાના ચૌહાણ મૌલિકભાઈ રાજુભાઈ, ધાનેરા તાલુકામાંથી જાડી-૧ પ્રાથમિક શાળાના પંડ્યા ગણેશદત્ત યોગેન્દ્રકુમાર અને દિયોદર તાલુકામાંથી ભેસાણા પગાર કેન્દ્ર શાળાના શિક્ષક સોલંકી અમૃતભાઈ ઈશ્વરભાઈ તેમજ સાલપુરા પ્રાથમિક શાળાના શિક્ષક પટેલ સમીરકુમાર બાબુલાલની પસંદગી કરાઈ છે.

સાથો સાથ ભાભર તાલુકામાંથી કુવાળા પગાર કેન્દ્ર શાળાના શિક્ષક પટેલ નીતાબેન મણીલાલ અને સુથાર નેસડી પ્રાથમિક શાળાના ચાવડા ચેતનાબેન લતેશભાઈની તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -