35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

15ંમી ઓગસ્ટનાં સ્વતંત્રતા દિવસે યુવા કોંગ્રેસના કાર્યક્રમમાં મહિલાઓ ધ્વજવંદન કરશે



દેશમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે તે શરમજનક બાબત કહી શકાય: મનીષા પરીખ

“Super shakti SHE ” કાર્યક્રમ દેશની મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટેનો પ્રયાસ છે: પ્રવીણસિંહ વણોલ

દેશભરમાં 77મો સ્વતંત્રતા દિવસની ઉજવણી ભારતભરમાં ધુમધામથી કરવામાં આવશે. ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા દેશમાં દરેક રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે મહિલાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે તેના વિશે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મનીષા પરીખે પત્રકારો સાથે વાતચીતમાં “Shakti Super SHE” કાર્યક્રમની માહિતી આપી હતી.

તાજેતરમાં બેંગ્લોર ખાતે ભારતીય યુવા કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું જેમાં મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવી હતી. દેશને મજબૂત કરવા માટે મહિલાઓની ભાગીદારી અત્યંત જરૂરી છે. યુવા કોંગ્રેસ દ્વારા “Shakti Super SHE” કાર્યક્રમ યોજીને 15મી ઓગસ્ટનાં દિવસે દેશભરમાં મહિલાઓના હાથે ધ્વજવંદન કરાવવામાં આવશે.

વધુમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મનીષા પરીખે જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને લઈને અનેક પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે, મહિલાઓ પરના અત્યાચારો વધી રહ્યા છે તેને રોકવા માટે મહિલાઓને જાગૃત થવું જરૂરી છે. મહિલાઓ આગળ આવે અને અસમાનતાને દૂર કરવા માટે યુથ કોંગ્રેસે “Super Shakti SHE” પ્રોગ્રામ શરૂ કર્યો છે જેથી દેશની દરેક મહિલા તેના અધિકારો અને હિસ્સા માટે કોઈના પર નિર્ભર ન રહે. કોંગ્રેસ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ હંમેશા વધુને વધુ મહિલાઓને રાજકારણમાં લાવવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે ભારતીય યુવા કોંગ્રેસે સંગઠન સ્તરે 33% મહિલા અનામત હેઠળ સંગઠનમાં મહિલાઓની મહત્તમ ભાગીદારી કરવાનો પ્રયાસ કર્યો છે. યુથ કોંગ્રેસ ભૂતકાળમાં પણ અનેક કાર્યક્રમો દ્વારા આવા પ્રયાસો કરતી રહી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી પ્રવીણસિંહ વણોલે કહ્યું કે “Shakti Super SHE” કાર્યક્રમ દેશની મહિલા શક્તિના સશક્તિકરણ માટે એક પ્રયાસ છે, જ્યારે ભારતની દરેક મહિલા તમારી સશક્ત નહી થાય ત્યાં સુધી ભારત એક મજબૂત રાષ્ટ્ર ન બની શકે. યુવા કોંગ્રેસ મહિલાઓ માટે અનેરું પ્લેટફોર્મ પૂરું પાડશે

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી અને મીડિયા પ્રભારી મુકેશ આંજણા, મહામંત્રી ગૌરાંગ મકવાણા, જયમીન સોનારા, અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇમરાન શેઠ જી વગેરે યુવા કોંગ્રેસના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -