23.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ગાંધીનગર: ‘તું આવતા જતા અમારી સામે કેમ જુએ છે’ કહી આધેડ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, મહિલા સહિત ત્રણની ધરપકડ


ગાંધીનગરના ડભોડામાં આધેડની હત્યા કરવાના પ્રયાસમાં એક મહિલા સહિત ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે. ‘તું આવતા જતા અમારી સામે કેમ જુએ છે’ કહી બે શખ્સે આધેડને પકડી રાખ્યો હતો અને મહિલાએ આધેડની છાતીમાં છરીથી ઘા કર્યા હતા. હાલ આધેડની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, ડભોડા ગામના લાખાભાનો વાસમાં રહેતા અમરસિંહ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના નાના ભાઈ ગુગાજી કડિયા કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજે તેમને માહિતી મળી હતી કે તેમના નાનાભાઈને કોઈ ચપ્પુ માર્યું છે અને તેઓ લોહીલુહાણ હાલતમાં નદીના ગરનાળે પડ્યા છે. આથી અમરસિંહ અન્ય લોકો સાથે તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત ગોગાજીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

ત્રણેયની ધરપકડ, હત્યાના પ્રયાસનો ગુનો

આ મામલે ગુગાજીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, વડોદરાના રીટાબેન ઠાકોર કોકીલાબેન ઠાકોર તથા શૈલેષ ઠાકોર હાથમાં ચપ્પુ અને લાકડીઓ લઈને તેમની પાસે આવ્યા હતા અને ‘તું આવતા જતા અમારી સામે કેમ જુએ છે’ કહી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. દરમિયાન કોકિલાબેન અને શૈલેષે તેમને પકડી રાખ્યા હતા અને રીટાબેને ચપ્પુ વડે તેમની છાતીમાં ઘા કર્યો હતો. આ મામલે ડભોડા પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી ત્રણેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -