માળીયાહાટીના તાલુકાના ગડુ ગામમાં sbi નું એટીએમ 7 દિવસ સુધી બંધ હાલતમાં છે જેથી ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે અંગે મેનેજર પાસે માહિતી મેળવતા જાણવા મળ્યું કે આ એટીએમમાં જે કનેક્ટિવિટી માટે ડિવાઇસ ની ચોરી થઈ ગઈ છે જેના હિસાબે એટીએમ બંધ રાખવાની ફરજ પડી છે જે અંગે બેંકના મેનેજર દ્વારા ચોરવાડ પોલીસ સ્ટેશનમાં એક અરજી કરેલી છે વહેલી તકે સેવા ચાલુ થાય તે માટે સતત પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે લગભગ ત્રણથી ચાર દિવસમાં ફરી એટીએમ ચાલુ થાય તેવી શક્યતા છે આઇટીએમ માં સરેરાશ એક દિવસમાં 10 લાખ જેટલું ટ્રાન્ઝેક્શન થાય છે 20 ગામના લોકો આ એટીએમ નો ઉપયોગ કરે છે એટીએમ બંધ હોવાના કારણે લોકોને ચોરવાડ કે વેરાવળના ધક્કા ખાવા પડે છે હાલ તો પોલીસે એટીએમ ના ડિવાઇસ ની ચોરી મામલે અજાણ્યા શખસો વિરુદ્ધ અરજી દાખલ કરી છે જેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે બેંક સત્તાધીશો દ્વારા પણ atm ને ફરી શરૂ કરવામાં આવે તે માટે માંગણી ઉઠવા પામી છે

