24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ખુશખબર / રોકેટ બન્યા અદાણીના તમામ શેર, એન્ટરપ્રાઈઝિસ 7.49 ટકા તો આ સ્ટોકમાં 8.40 ટકાનો ઉછાળો


Adani Group Stocks Opening: ગૌતમ અદાણીના ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં આજે જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. 10માંથી મોટાભાગના શેરોએ અપર સર્કિટ લગાવી છે. તે જ સમયે, કેટલાક શેરોમાં 8 ટકા કે તેથી વધુ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, અદાણી ગ્રુપના સ્ટોકમાં આ વધારો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ થયો છે.

અદાણી એન્ટરપ્રાઈઝિસ શેર પ્રાઈસ

અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. બજાર ખુલ્યાના થોડા સમય બાદ અદાણી ગ્રુપના આ શેરમાં 7.49 ટકાનો ઉછાળો નોંધાયો હતો. એનએસઈ (NSE) પર શેર 2,102.60 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ શેરમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો

અદાણી ગ્રુપની ખાદ્યતેલ વગેરે સપ્લાય કરતી કંપની અદાણી વિલ્મરે આજે સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી છે. એનએસઈ (NSE) પર શેર 8.40 ટકાના વધારા સાથે 437.90 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો હતો.

ક્યા શેરોમાં અપર સર્કિટ લાગી

જે શેરોમાં અપર સર્કિટ લાગી હતી તેની વાત કરીએ તો 10માંથી 5 શેરમાં અપર સર્કિટ લાગી હતી. NDTVનો શેર 5 ટકા વધીને 186.95 રૂપિયા પર છે. અદાણી ટ્રાન્સમિશન 5 ટકા વધીને 826.70 રૂપિયા, અદાણી ટોટલ ગેસ 5 ટકા વધીને 722.50 રૂપિયા, અદાણી પાવર 5 ટકા વધીને 247.90 રૂપિયા અને અદાણી ગ્રીન 4.99 ટકા વધીને 941.75 રૂપિયા પર છે.

અદાણીના આ સ્ટોકમાં પણ જબરદસ્ત ઉછાળો

સિમેન્ટ કંપની ACCનો શેર 2.08 ટકા વધીને 1,765.00 રૂપિયા પ્રતિ શેર અને અંબુજા સિમેન્ટનો શેર 2.11 ટકા વધી 411.65 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, અદાણી પોર્ટના શેરમાં પણ 4.59 ટકાનો વધારો થયો છે અને શેર દીઠ 719.65 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હિંડનબર્ગના અહેવાલ પછી અદાણી ગ્રુપના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, તેના પછી તેમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -