24.9 C
Ahmedabad
Wednesday, March 4, 2026

Watch: ઇશાન કિશનથી લઇને પિયૂષ ચાવલા સુધી, મુંબઇએ કરી આરસીબીની હારની ઉજવણી


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની ગુજરાત ટાઇટન્સ (GT) સામે 6-વિકેટની હારથી આ સીઝનમાં પ્લેઓફમાં પહોંચવાનું તેમનું સ્વપ્ન તૂટી ગયું. ગુજરાત તરફથી શુભમન ગિલે વિજયી સિક્સ ફટકારતાં જ મુંબઈ ઈન્ડિયન્સનું ટોપ-4માં સ્થાન સંપૂર્ણપણે નિશ્ચિત થઈ ગયું હતું. ગુજરાત, ચેન્નઈ અને લખનઉ પહેલા જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યું છે. હવે છેલ્લી લીગ મેચમાં RCBની હાર સાથે મુંબઈ પણ ટોપ-4માં પહોંચી ગયું છે.

ગુજરાતે આ મેચ જીતતાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ પણ પ્લેઓફમાં પહોંચવાની ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં પીયૂષ ચાવલાથી લઈને ઈશાન કિશન સુધીના દરેક લોકો RCB અને ગુજરાત વચ્ચેની મેચ જોઈ રહ્યા હતા. આમાં, ગિલ વિજેતા રન બનાવતાની સાથે જ મુંબઈના તમામ ખેલાડીઓ ઉજવણી કરવાનું શરૂ કરે છે.

મુંબઈ ઈન્ડિયન્સ આરસીબીની મેચ પહેલા 21 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પોતાની મેચ રમી ચૂકી છે. આ મેચમાં તેણે 201 રનનો ટાર્ગેટ 18 ઓવરમાં પૂરો કર્યો હતો. જેમાં કેમરન ગ્રીને 47 બોલમાં 100 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ જીત સાથે મુંબઈની ટીમ 16 પોઈન્ટ પર પહોંચી ગઈ છે અને ટોપ-4માં જગ્યા બનાવવામાં સફળ રહી છે.

હવે એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ લખનઉ સામે ટકરાશે

IPLની આ સીઝનની પ્લેઓફ મેચો 23 મેથી શરૂ થશે. પ્રથમ ક્વોલિફાયર મેચ 23 મેના રોજ ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રમાશે, ત્યારબાદ 24 મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ બંને મેચ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ પછી, બીજી ક્વોલિફાયર 26 મેના રોજ અને ફાઈનલ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

IPL 2023 Playoffs Schedule:  આ ચાર ટીમ વચ્ચે જામશે જંગ, પ્લે ઓફમાં કોણ કોની સામે રમશે?

 

નવી દિલ્હી. IPL 2023નો લીગ સ્ટેજ રોમાંચથી ભરપૂર રહ્યો હતો. છેલ્લી મેચમાં પ્લેઓફનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. લીગ તબક્કાની છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું અને આ સાથે જ RCBની પ્લેઓફમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ ગઈ અને રવિવારે પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચનારી ચોથી અને છેલ્લી ટીમ બની ગઈ હતી. આ સાથે પ્લેઓફ શેડ્યૂલ પણ ફાઈનલ થઈ ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ લીગ તબક્કા બાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -