26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

મોટા સમાચાર / ₹2000 પછી હવે 100, 200, 500 રૂપિયાના નોટને લઈ આવ્યા જરૂરી સમાચાર, RBIએ કહી આ વાત


કેન્દ્ર સરકાર (Central Government) એ ગઈકાલે 2000 રૂપિયાની નોટને લઈને મોટી જાહેરાત કરી છે. હવે દેશભરમાંથી 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમારે આ તમામ મૂલ્યની નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં જમા કરાવવાની રહેશે. આ સાથે જ આરબીઆઈએ બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટ આપવાનું બંધ કરવા કહ્યું છે, પરંતુ આ સમાચાર વચ્ચે હવે 100, 200 અને 500 રૂપિયાની નોટોને લઈને એક અપડેટ પણ સામે આવી રહ્યું છે. જો તમારી પાસે આ નાના મૂલ્યની નોટો હોય તો શું કરવું…

પીએનબી લાવ્યું ખાસ ઓફર

આપને જણાવી દઈએ કે, સમયાંતરે નોટોને લઈને ઘણા ફેક ન્યૂઝ સામે આવતા રહે છે, પરંતુ હવે દેશની સરકારી બેંક PNB એક એવી ઓફર લઈને આવી છે, જેમાં તમે તમારી જૂની અને ફાટેલી નોટો સરળતાથી બદલી શકો છો. PNB તમને તદ્દન નવી નોટો આપી રહ્યું છે.

નજીકની બ્રાન્ચમાં સંપર્ક કરો

પીએનબી (PNB) એ પોતાના ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું છે કે જો તમે પણ જૂની કે ફાટેલી નોટ બદલવા માગતા હોવ તો હવે તમે આ સરળતાથી કરી શકશો. બેંકે જણાવ્યું છે કે, તમે તમારી નજીકની શાખાનો સંપર્ક કરી શકો છો. અહીં તમે નોટ અને સિક્કા બદલી શકો છો.

રિઝર્વ બેંકે જારી કર્યા નવા નિયમ

રિઝર્વ બેંકના નવા નિયમો મુજબ જો તમારી પાસે પણ જૂની કે ફાટેલી નોટો છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે બેંકની કોઈપણ શાખામાં જઈને આવી નોટો બદલી શકો છો. જો કોઈ બેંક કર્મચારી તમારી નોટ બદલવાની ના પાડે છે, તો તમે આ અંગે ફરિયાદ પણ નોંધાવી શકો છો. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે નોટની સ્થિતિ જેટલી ખરાબ થશે, તેની કિંમત તેટલી ઓછી થઈ જશે.

કઈ સ્થિતિમાં બદલી આપવામાં આવશે નોટ?

આરબીઆઈના જણાવ્યા મુજબ, કોઈપણ ફાટેલી નોટ ત્યારે જ સ્વીકારવામાં આવશે જ્યારે તેનો કોઈ ભાગ ગાયબ હશે, અથવા જેના બેથી વધુ ટુકડાઓ હશે અને તેને ચોટાડવામાં આવ્યા હશે, જો કે, શરત એ છે કે તેનો કોઈ આવશ્યક ભાગ ગાયબ નહીં હોય. જો ચલણી નોટના કેટલાક ખાસ ભાગો જેમ કે જારી કરનાર અધિકારીનું નામ, ગેરંટી અને વચન કલમ, હસ્તાક્ષર, અશોક સ્તંભ, મહાત્મા ગાંધીનું ચિત્ર, વોટર માર્ક પણ ખૂટે છે, તો તમારી નોટ બદલાશે નહીં. લાંબા સમયથી બજારમાં ચલણને કારણે બિનઉપયોગી બની ગયેલી ગંદી નોટો પણ બદલી શકાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -