ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે પીવાના પાણીની સમસ્યા, જાહેર થયેલી સહાય પેકેજ, જણસ ખરીદી તેમજ રાજ્ય કક્ષાની નિતી વિષયક બાબતોને લઈને પણ આજે સમીક્ષા કરાશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. દર સપ્તાહમાં બુધવારના રોજ કેબિનેટ બેઠક સ્વર્ણિમ સંકુલ ખાતે યોજવામાં આવે છે. ત્યારે આજે મહત્વાના મુદ્દાને ધ્યાનમાં રાખી કેબિનેટ મળી રહી છે.
આજે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કેબિનેટમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં પીવાના પાણીને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં સીએમની અધ્યક્ષતામાં જણસીની ખરીદી, પીવાના પાણીને લઈને પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત અગાઉ કમોસમી વરસાદના કારણે ખેડૂતો માટે જાહેર કરાયેલા સહાય પેકેજની ચૂકવણી બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે.
ખેતીમાં બાજરી, રાગી, સહીતની જણસીની ખરીદી પર પણ સમીક્ષા કરવામાં આવશે, આ સિવાય રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ સમીક્ષા કરવામાં આવશે. આમ વિવિધ મુદ્દે આજે મળેલી કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે.

