31 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ગાંધીનગર: જમીન લે-વેચનું કામ કરતી યુવતીને રાંચરડામાં જમીન બતાવવાનું કહી અમદાવાદના યુવકે કારમાં દુષ્કર્મ આચર્યું, પછી ફેંકીને નાસી ગયો


જમીન લે-વેચનું કામ કરતી 27 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકમાં નોંધાઈ છે. અમદાવાદના યુવકે કારમાં યુવતી સાથે બળાત્કાર કરી તેણીને ફેંકીને નાસી ગયો હોવાનો આરોપ ફરિયાદમાં કરાયો છે. આ મામલે પોલીસે પીડિત યુવતીની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

માતા-પિતા વગર યુવતી અમદાવાદમાં રહેતી હતી

મળતી માહિતી મુજબ, માતા-પિતાથી અલગ અમદાવાદ ખાતે રહેતી 27 વર્ષીય યુવતી જમીન લે-વેચનું કામ કરે છે. યુવતી અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય વિસ્તારોમાં જમીન લે-વેચનું કામ કરતી હોવાથી અમદાવાદના ચિરાગ નામના જમીન દલાલના સંપર્કમાં આવી હતી. છેલ્લા બે મહિનાથી યુવતી ચિરાગના સંપર્કમાં હતી અને ધંધાર્થે તેઓ એકબીજાને મળતા પણ હતા. ફરિયાદ અનુસાર, બે દિવસ પહેલા જમીન દલાલ ચિરાગ તેની કારમાં યુવતીને લઈ ગાંધીનગરના રાંચરડા ખાતે જમીન બતાવવા માટે લઈ ગયો હતો. જમીન જોયા બાદ જ્યારે બંને અમદાવાદ પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ચિરાગે યુવતી પાસે અઘટિત માગણીઓ કરી હતી.

યુવતીએ યુવકની માગણીઓનો પ્રતિકાર કર્યો હતો

જો કે, યુવતીએ ચિરાગની માગણીઓનો પ્રતિકાર કર્યો હતો. ત્યારે ચિરાગે રાંચરડા વિસ્તારની અવાવરું જગ્યાએ ગાડી ઊભી રાખીને યુવતી સાથે બળજબરીપૂર્વક બળાત્કાર ક્યો હતો. દુષ્કર્મ કર્યા બાદ ચિરાગ યુવતીને ગાડીમાંથી બહાર ફેંકી નાસી ગયો હતો. જેમ તેમ કરી યુવતી ઘરે પહોંચી હતી. આ મામલે યુવતીએ સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ચિરાગ વિરુદ્ધ દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -