31 C
Ahmedabad
Tuesday, March 3, 2026

દમણમાં ગર્ભવતી મહિલાઓના બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડવાનું રેકેટ સામે આવ્યું, મહિલાઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી


જે અંતર્ગત આજે મોટી દમણ સીએચસી ખાતે આંગણવાડીની આશા વર્કર બહેનો અને તબીબો માટે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણમાં હમણાં થોડા સમયથી ગર્ભવતી મહિલાઓને ફેક કોલ આવી રહ્યા છે, જેમાં ઠગ ભગતો પોતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી બોલી રહ્યા છે એમ કહીને ગર્ભવતી મહિલાઓ માટે સરકારની વિવિધ સ્કીમો અંતર્ગત સહાયનો જાસો આપીને તેમના બેન્ક એકાઉન્ટ અને ઓટીપી નંબર લઈને બેન્ક ખાતામાંથી નાણાંની ઉચાપત કરી રહ્યા છે, જે મામલે દમણ પોલીસ મથકમાં 5 થી પણ વધુ ફરિયાદ નોંધાઈ છે, મળતી માહિતી મુજબ ગર્ભવતી મહિલાઓના ખાતામાંથી 5 થી લઈને 50 હજાર સુધીની રકમની ઉચાપત પણ થઇ છે, ભોગ બનનાર મહિલાઓના જણાવ્યા મુજબ જયારે ફોન આવે ત્યારે કોલ આઈડી પર પણ ડોક્ટરનું નામ લખેલું હોય છે, જો કે પોલીસે આરોપીઓને ઝેર કરવા આ મામલે ત્વરિત તપાસ હાથ ધરી છે, ત્યારે આજે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત આશાવર્કરો અને તબીબોને ડો સુહાસ સોલંકીએ ઘરે ઘરે જઈને ગર્ભવતી મહિલાઓને ફેક સરકારી યોજનાઓ અંગે લોભામણી લાલચો આપી નાણાંની ઉચાપત કરતા ગઠિયાઓ વિષે જાણકારી આપવા અને આવા ઠગ ભગતોથી સાવધાન રહેવા જણાવ્યું હતું,, જો કે નવાઈની વાત તો એ છે કે સમગ્ર પ્રદેશમાં કઈ મહિલા ગર્ભવતી છે, અને કઈ આશા વર્કર આ મહિલા સાથે જોડાયેલી છે, તેમજ તેના આધાર કાર્ડથી માંડીને પુરા પરિવારની રજેરજની વિગત આ ઠગો પાસે આવી કેવી રીતે, એટલે આરોગ્ય વિભાગમાં પણ કોઈ જાણભેદુ આ ઠગોને સમગ્ર માહિતી પુરી પાડી રહ્યો હોય એવું પણ બની શકે, ત્યારે આરોગ્ય વિભાગ માત્ર ગર્ભવતી મહિલાઓને સાવધાન કરવાની સાથે પોતાના વિભાગના જાણભેદુઓની તપાસ પણ હાથ ધરે તે પણ ખુબ જરૂરી છે,


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -