26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

યૂક્રેનની મદદ માટે બ્રિટન ફરી આગળ આવ્યું, સૈન્ય શસ્ત્રો અને મિસાઈલ આપશે


બ્રિટિશ સરકારે ગુરુવારે જાહેરાત કરી છે કે તે યૂક્રેનને લાંબા અંતરની મિસાઈલ સ્ટોર્મ શેડો આપશે. આ સાથે બ્રિટન યૂક્રેનને લાંબા અંતરની મિસાઈલ આપનારો પ્રથમ દેશ બની જશે. બ્રિટન પાસેથી સ્ટોર્મ શેડો મિસાઇલો મળ્યા બાદ રશિયા સામે યૂક્રેનની તાકાત નોંધપાત્ર રીતે વધશે અને તેની હુમલો કરવાની ક્ષમતા વધુ સારી બનશે.

‘યૂક્રેન રશિયાને તેની જમીન પરથી ભગાડી શકશે’

બ્રિટનના સંરક્ષણ મંત્રી બેન વોલેસે કહ્યું કે, ‘આજે હું પુષ્ટિ કરું છું કે બ્રિટન યૂક્રેનને સ્ટોર્મ શેડો મિસાઈલ દાન કરશે. આ દાનમાં મળેલા શસ્ત્રોથી યૂક્રેન રશિયાની બર્બરતાથી પોતાનો બચાવ કરી શકશે.’ બેન વોલેસે કહ્યું હતું કે ‘સ્ટોર્મ શેડો મિસાઈલ યૂક્રેનને રશિયા સામે પોતાનો બચાવ કરવાનો અને સાથે જ યૂક્રેનની ધરતી પરથી રશિયન દળોને ભગાડવાનો અધિકાર આપશે.’

યૂક્રેનની શક્તિમાં જબરદસ્ત વધારો થશે

સ્ટોર્મ શેડો મિસાઇલો એ લાંબા અંતરની હવામાં મારતી મિસાઇલો છે. આ મિસાઈલ અત્યંત કઠોર હવામાનમાં ચલાવી શકાય છે અને લિબિયા, ઈરાક અને ગલ્ફ વોરમાં બ્રિટિશ અને ફ્રેન્ચ દળો દ્વારા સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્ટોર્મ શેડો મિસાઈલ 250 કિલોમીટર અથવા 155 માઈલના અંતરે લક્ષ્યને નિશાન બનાવી શકે છે. યૂક્રેન લાંબા સમયથી યુએસ પાસેથી એટીએસીએમએસ લોંગ રેન્જ સરફેસ-ટુ-સર્ફેસ મિસાઈલની માંગ કરી રહ્યું છે, જેની રેન્જ લગભગ 185 માઈલ છે. હવે બ્રિટન પાસેથી સ્ટોર્મ શેડો મિસાઈલ મળ્યા બાદ યૂક્રેનની સૈન્ય તાકાતમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે બ્રિટન યૂક્રેનને સતત સૈન્ય સહાય આપી રહ્યું છે. અગાઉ બ્રિટને યૂક્રેનને એન્ટી-ટેન્ક મિસાઈલ, આર્ટિલરી ગન, એર ડિફેન્સ સિસ્ટમ, બખ્તરબંધ વાહનો અને ત્રણ M270 મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમ પણ આપી છે. આ વર્ષે જાન્યુઆરીમાં બ્રિટને યૂક્રેનને યુદ્ધ ટેન્ક પણ આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યૂક્રેન રશિયા વિરુદ્ધ મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં બ્રિટન પાસેથી લાંબા અંતરની મિસાઇલો મળ્યા બાદ યૂક્રેનનો આ હુમલો રશિયાને મોટું નુકસાન પહોંચાડી શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -