35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

સુરત – પોલીસ કર્મી સહીત 5 સામે ખંડણી માંગવાના મામલે નોંધાયો ગુનો


સુરતમાં પુણાના કેમિસ્ટ પાસે 50 હજારનો તોડ કરવાનો મામલો સામે આવ્યો છે. કોન્સ્ટેબલ સહીત 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 5 પોલીસ કર્મી સામે ખંડણીના મામલે ગુનો નોંધાો છે જેમાં 50 હજારના તોડ બાદ વધુ 1.5 લાખની ખંડણી માંગવામાં આવી હતી.

એક પોલીસકર્મી સહિત 5 સામે ખંડણીનો ગુનો નોંધાયો હતો. વેલનેસ મેડિકલ સ્ટોરના માલિકને ધમકી આપી હતી. આ ધમકી ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની આપવામાં આવી હતી. રુપિયા 1.5 લાખની માગણીઓ કર્યા બાદ 50 હજારનો તોડ કર્યો હોવાની ફરીયાદ નોંધવામાં આવી છે.

આ મામલે આખરે પોલીસ કમિશનરને ફરિયાદ કર્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં બોલાવીને રુપિયા પરત આપ્યા હતા.

આ સમગ્ર મામલે સ્ટોરના વેપારી ભવાનીશંકર રામલાલે પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસકર્મી પર કેમિસ્ટ પાસેથી ખંડણી માંગવાનો આરોપ છે. પુણે વિસ્તારમાં એક વેલનેસ મેડિકલ સ્ટોરના માલિકને દવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂ.1.5 લાખની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદ નોંધતા પહેલા કેમિસ્ટે પોલીસ કમિશનર સમક્ષ મામલો રજૂ કર્યો હતો. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -