35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

ગાંધીનગર: કલોલમાં આજે સવારે સર્જાયો ગોઝારો અકસ્માત, બસ સ્ટેન્ડ પર ઊભેલી ST બસ પાછળ પૂરપાટ આવતી લક્ઝરી ધડાકાભેર ઘૂસી, 5ના કરૂણ મોત, 7ને ગંભીર ઇજા


કલોલમાં બુધવાર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક ઊભેલી ST બસની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આથી વાહનની રાહ જોતા કેટલાક મુસાફરો એસટી બસની અડફેટે આવ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં 5 મુસાફરોના મોત થયા છે જ્યારે 7 લોકોને ઇજા થઈ હોવાની માહિતી છે. આ મામલે જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, બુધવારે વહેલી સવારે કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પર કેટલાક મુસાફરો પોતાના કામ-ધંધા અર્થે વાહનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે એક એસટી બસ પણ ત્યાં ઊભી હતી. આ એસટી બસની આગળ મુસાફરો ઊભા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે આવતા લક્ઝરીચાલકે બેફામ રીતે લક્ઝરી હંકારી એસટી બસની પાછળ ધડાકાભેર ટક્કર મારી હતી. આથી એસટી બસ આગળ ઊભેલા મુસાફરો પર ચઢી હતી. એસટી બસના તોતિંગ ટાયર કેટલાક મુસાફરો પર ફરી વળ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં ચાર મહિલા સહિત કુલ 5 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા છે. જ્યારે 7 લોકોને ઇજા થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

7 પૈકી બે ઇજાગ્રસ્તોની હાલત ગંભીર

આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા. જ્યારે પોલીસને પણ આ મામલે જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક જામ ક્લિયર કરાવીને મૃતકો તેમ જ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે. માહિતી મુજબ, 7 પૈકી બે ઇજાગ્રસ્તોની હાલત વધુ ગંભીર હોવાથી તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -