28.1 C
Ahmedabad
Tuesday, March 3, 2026

Most Expensive Tv Shows: આ ટીવી સિરિયલો બનાવવામાં પાણીની જેમ વહી ગયા પૈસા, 100 કરોડથી વધુ ખર્ચાયા!


Most Expensive Tv Shows: આ ટીવી સિરિયલો બનાવવામાં પાણીની જેમ વહી ગયા પૈસા, 100 કરોડથી વધુ ખર્ચાયા!

બોલિવૂડ-ટોલીવૂડ ફિલ્મો અને વેબસિરીઝ બનાવવાનું બજેટ ઘણીવાર 100 કરોડથી ઉપર જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણી વખત ટીવી સીરિયલ બનાવવામાં પાણીની જેમ પૈસા ખર્ચવામાં આવે છે. એવા ઘણા હિન્દી ટીવી શો છે જેના પર એટલા પૈસા ખર્ચવામાં આવ્યા હતા કે તે રકમમાં એક આખી ફિલ્મ બની શકી હોત. આવો, ચાલો જાણીએ કે કયા ટીવી શો પર 100 કરોડથી વધુનો ખર્ચ થયો.

નાગિન 6- કલર્સની લોકપ્રિય ટીવી સીરિયલ નાગીનની અત્યાર સુધી ઘણી સીઝન આવી ચુકી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો નાગિન 6 બનાવવામાં લગભગ 130 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

બિગ બોસ- સલમાન ખાનનો સૌથી વિવાદાસ્પદ શો બિગ બોસ બનાવવામાં પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસની દરેક સિઝન 100 કરોડને પાર કરે છે.

24- લોકપ્રિય ટીવી શો 24 જેમાં અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. તેને બનાવવામાં 100 કરોડથી વધુનો ખર્ચ થયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

મહાભારત- રિપોર્ટ્સ અનુસાર, સ્ટાર પ્લસના લોકપ્રિય મહાભારત શોને બનાવવામાં 100 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

રાધા-કૃષ્ણ- સ્ટાર પ્લસનો લોકપ્રિય ટીવી શો રાધા કૃષ્ણ પણ ખૂબ ખર્ચાળ બજેટ શો રહ્યો છે. આ શોને બનાવવામાં પણ લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -