35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ડ્રગ્સના સ્મગલરો શું લોરેન્સ બિશ્નોઈ માટે કામ કરતા હતા, 6 મહિના જૂનો કેસ, શું થશે ખુલાસાઓ


ગયા વર્ષે ભારતીય કોસ્ટ ગાર્ડે એક બોટ પકડી હતી. આ બોટમાં પાકિસ્તાનથી કરોડોના હેરોઈનની ડિલિવરી હતી. ડિલિવરી લેવા પહોંચેલા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. કરોડોની હેરોઈનની ડિલિવરીમાં લોરેન્સનું નામ આવ્યું હતું. આરોપ છે કે બંને બિશ્નોઈ માટે કામ કરતા હતા. જેથી આ મામલે ગેંગસ્ટર સામે પૂછપરછ કરાતા વધુ ખુલાસાઓ થઈ શકે છે.

આરોપ છે કે બંને બિશ્નોઈ માટે કામ કરતા હતા. નલિયા કોર્ટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને 14 દિવસના રિમાન્ડ પર મોકલ્યો હતો ત્યારે ગુજરાત ATS આ મામલે પૂછપરછ કરશે. લોરેન્સને આજે અમદાવાદ લાવવામાં આવ્યો છે. NIA બાદ હવે ગુજરાત ATS ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરશે. ગુજરાત ATSએ દિલ્હીની કોર્ટમાંથી કસ્ટડી લીધા બાદ બિશ્નોઈને કચ્છ જિલ્લાની નલિયા કોર્ટમાં રજૂ કરી કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ગુજરાત ATSના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

6 મહિના જૂનો કેસ, પાક કનેક્શનની થશે તપાસ 

ગુજરાત એટીએસ હવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સરહદ પાર ડ્રગ સ્મગલિંગ મામલે પૂછપરછ કરશે. ગુજરાત ATSએ છ મહિના જૂના કેસમાં લોરેન્સ બિશ્નાઈને કચ્છ જિલ્લાની નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો. ATSએ લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ATSને 14 દિવસના રિમાન્ડ આપ્યા છે. આ દરમિયાન એટીએસ લોરેન્સના પાકિસ્તાન કનેક્શનની તપાસ કરશે.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સંડોવણીના કેટલાક પુરાવા મળ્યા

ગયા વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ, ગુજરાત ATSએ ભારતીય કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશનમાં કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક દરિયામાં એક પાકિસ્તાની ફિશિંગ બોટને અટકાવી હતી અને 200 કરોડથી વધુની કિંમતનું 40 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. ગુજરાત ATSને આ કેસની તપાસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સંડોવણીના કેટલાક પુરાવા મળ્યા છે.

 પંજાબની કપૂરથલા જેલમાંથી ફોન કર્યો હતો

નાઈજિરિયન નાગરિક સહિત બે દાણચોરોની ટોળકી દ્વારા ડ્રગની દાણચોરી કરવામાં આવી રહી હતી. આ બંને દાણચોરો પંજાબની જેલમાં બંધ છે. લોરેન્સ બિશ્નોઈએ પંજાબની કપૂરથલા જેલમાંથી ફોન કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે. આ પછી હેરોઈનની ડિલિવરી કરવામાં આવી હતી. એટીએસ હવે તમામ બાબતો અંગે પૂછપરછ કરશે.

વોટ્સએપ અને વીઓઆઈપી કોલનો ઉપયોગ કરતા હતા 

આઠ આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે ડ્રગ સ્મગલર્સ મેરાજ રહેમાની અને અની ચીફ ઓબિન્ના ઉર્ફે ચીફ (નાઈજીરીયન નાગરિકો) જેલમાં બેસીને આ રેકેટ ચલાવતા હતા. રહેમાની કપૂરથલા જેલમાં અને ઓબિન્ના અમૃતસરની જેલમાં બંધ છે. આરોપ છે કે બંને બિશ્નોઈ માટે કામ કરતા હતા. પોલીસે અગાઉ કહ્યું હતું કે તેઓ વોટ્સએપ અને વીઓઆઈપી (ઈન્ટરનેટ ફોન) કોલનો ઉપયોગ કરીને આ રેકેટ ચલાવતા હતા. ગુજરાત પોલીસને 2021 ના ​​મોરબી ડ્રગ જપ્તી કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યની ભૂમિકા વિશે પણ જાણવા મળ્યું હતું જે પંજાબની જેલમાંથી ડ્રગની દાણચોરી કરી રહ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -