31 C
Ahmedabad
Tuesday, March 3, 2026

જાણી લેજો / પતિ પત્ની વચ્ચેના ઝઘડાના હોય છે મુખ્ય 3 કારણ, મોટાભાગના કપલ્સ તેના માટે જ હોય છે પરેશાન


Couple Fights: દંપતીએ તેમના એકબીજાના ઝઘડાઓ વિશે ક્યારેય વધુ ચિંતા ન કરવી જોઈએ. જો કે, દરેક વખતે પરિસ્થિતિ બહુ સામાન્ય નથી હોતી. પરંતુ તમારા મનમાં કોઈપણ નકારાત્મક વિચારો લાવતા પહેલાં તમારે યાદ રાખવું જોઈએ કે તમે વિશ્વની કોઈપણ વ્યક્તિ સાથે પ્રેમ અને હાસ્ય સાથે વાત તો કરી શકો છો. પરંતુ દરેક સાથે ઝઘડો કરી શકતા નથી. એટલે કે, જીવનમાં તમે તે વ્યક્તિ સાથે ઝઘડો કરો છો, જેના પર તમે તમારી જાતને સૌથી વધુ હકદાર માનો છો, જેની પાસેથી તમે ઘણી અપેક્ષા રાખો છો અને જેને તમે સૌથી વધુ પ્રેમ કરો છો. આ જ કારણ છે કે ક્યારેક નાની-નાની વાત પર તો ક્યારેક કોઈ મોટી વાત પર દંપતી વચ્ચે અવારનવાર ઝઘડો થાય છે. અહીં અમે તમને તે ત્રણ મુદ્દાઓ વિશે જણાવી રહ્યા છીએ જેના પર વિશ્વભરના દંપતી સૌથી વધુ ઝઘડે છે…

રૂપિયા અથવા અર્નિંગને લઈ ઝઘડો

આ વાત અજીબ લાગી શકે છે, પરંતુ યુગલો વચ્ચે મોટાભાગની લડાઈઓ રૂપિયાને લઈને હોય છે. આ ઝઘડા મની મેનેજમેન્ટ સાથે સંબંધિત હોઈ શકે છે અને રૂપિયાની કટોકટી સાથે પણ સંબંધિત હોઈ શકે છે. જે મહિલાઓ કમાણી કરતી નથી જો તેમને તેમની જરૂરિયાત મુજબ રૂપિયા ન મળે અથવા રૂપિયા ખર્ચવાની સ્વતંત્રતા ન મળે, તો આ પણ યુગલો વચ્ચે ઝઘડાનું કારણ બની જાય છે.

બેડરૂમ લાઈફને લઈ અણબનાવ

તે માનવું મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ ત્રણ ખાસ મુદ્દાઓમાં સેક્સ એ એક મોટો મુદ્દો છે જેના પર વિશ્વના મોટાભાગના કપલ્સમાં સૌથી વધુ મતભેદ છે. આનું કારણ એકબીજાની પસંદ-નાપસંદને યોગ્ય રીતે ન સમજી શકવાનું છે. જીવનસાથીની ઈચ્છાનું ધ્યાન ન રાખો. અથવા તમારી ઇચ્છા લાદી દેવું.

બાળકોને લઈ ઝઘડો

પેરેન્ટિંગ એ અઘરું કામ છે. માતાપિતા બનવું જેટલું સરળ છે, તેટલું જ મુશ્કેલ બાળકનો ઉછેર કરવું છે. આજકાલ મોટાભાગની મહિલાઓ પણ પ્રોફેશનલી એક્ટિવ છે, આવી સ્થિતિમાં તેમના પર પણ તેમના કામની જવાબદારી હોય છે. તેથી જ બાળકની જવાબદારી નિભાવવી, તેની જરૂરિયાતોનું ધ્યાન રાખવું, તેના ભવિષ્યની યોજના બનાવવી, તેની રોજિંદી માંગણીઓ, ભાવનાત્મક જરૂરિયાતો વગેરે પૂર્ણ કરવી એકલા શક્ય નથી. આવી સ્થિતિમાં દંપતી વચ્ચે ઝઘડો શરૂ થઈ જાય છે. જે મહિલાઓ ગૃહિણી છે તેમના માટે પણ ઘરના કામકાજની સાથે બાળકની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવું સહેલું નથી. તેથી જ બાળ ઉછેર એ દંપતીની લડાઈનો મહત્વનો મુદ્દો બની જાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -