પાટણ હેમચંદ્રાચાર્યે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં સેનેટ સભ્ય તરીકે ધારાસભ્ય હાર્દિક પટેલ અને કિરીટ પટેલ ની સરકાર દ્વારા નિમણૂક કરાઇ
પાટણ હેમચંદ્રાચાર્યે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં સેનેટ સભ્ય તરીકે ધારાસભ્ય માંથી બે ધારાસભ્યો ની નિમણૂક કરવાની હોય છે જેમાં વિધાનસભા દ્વારા એક વિરમગામ ના હાર્દિક પટેલ અને બીજા ઉંઝા ના ધારાસભ્ય કિરીટ પટેલ ની નિમણૂક કરવામાં આવી છે.
પાટણ હેમચંદ્રાચાર્યે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં સરકાર ના પ્રતિનિધિ રૂપે નવીન બે સેનેટ સભ્ય તરીકે વિરમગામ ના ધારાસભ્ય હાર્દિક પટેલ અને ઉંઝા ના ધારાસભ્ય કિરીટ પટેલ ની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર યુનિવર્સિટી માં યુનિવર્સિટી ની કોર્ટના સભ્ય ( સેનેટ ) સભ્ય હોય છે.જેમાં યુનિવર્સિટી માં સેનેટ સભ્ય તરીકે વિધાનસભા માંથી બે ધારાસભ્યો ની નિમણૂક કરવામાં આવે છે. ગત વિધાનસભા ની ટર્મ પૂર્ણ થતા નવીન ચૂંટાયેલા ધારાસભ્ય પૈકી સરકાર દ્વારા વિરમગામ ના ધારાસભ્ય હાર્દિક પટેલ અને ઉંઝા ના ધારાસભ્ય કિરીટ પટેલ બંનેની નવીન સેનેટ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.

