25.2 C
Ahmedabad
Tuesday, March 3, 2026

અમેરિકા: મેનહટનમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું 4 માળનું કાર પાર્કિંગ, એકનું મોત


અમેરિકાના ન્યૂયોર્ક સિટીના એક અધિકારીએ જણાવ્યું કે, લોઅર મેનહટનમાં પાર્કિંગ ગેરેજ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું અને અન્ય પાંચ ઘાયલ થઈ ગયા. અકસ્માત બાદ અનેક લોકો ઈમારતના કાટમાળમાં ફસાઈ ગયા હતા, જ્યારે ડઝનબંધ વાહનો પણ ધરાશાયી થઈ ગયા હતા.

રોબોટ ડોગ અને ડ્રોનની મદદથી બચાવ

અહેવાલો અનુસાર, કાર્યકારી બિલ્ડીંગ કમિશનર કાઝીમીર વિલેંચિકે જણાવ્યું કે, ડ્રોનના ફોટોમાં ગેરેજ “પેનકેક” ની જેમ તૂટી પડતું દેખાઈ રહ્યું છે. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે મીડિયાને જણાવ્યું કે ન્યૂયોર્કના ફાયર ડિપાર્ટમેન્ટ (FDNY) એ બિલ્ડિંગની અંદર લોકોને શોધવા માટે રોબોટ ડોગ અને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો કારણ કે તે “સંપૂર્ણપણે અસ્થિર” છે. અહેવાલમાં FDNY ચીફ ઓફ ફાયર ઓપરેશન્સ જોન એસ્પોસિટોને ટાંકીને જણાવ્યું હતું કે, “અમે ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કાટમાળમાં કોઈ ફસાયું ન હોય.”

સરકારી રેકોર્ડમાં માત્ર 3 માળની ઇમારત

મલ્ટિ-સ્ટોરી પાર્કિંગ લોટ સિટી હોલ અને બ્રુકલિન બ્રિજથી થોડીક ઇમારતો દૂર અને ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જથી લગભગ અડધો માઇલ (0.8 કિમી) દૂર છે. સાંજે 4 વાગ્યાની આસપાસ ગેરેજ અચાનક ધરાશાયી થઈ ગયું. આશ્ચર્યજનક રીતે, ન્યુ યોર્ક સિટી બિલ્ડીંગ્સ વિભાગના રેકોર્ડ દર્શાવે છે કે આ ત્રણ માળની ઇમારત ઓછામાં ઓછા 1920 ના દાયકાથી એક ગેરેજ છે, અને તાજેતરમાં નવા બાંધકામ માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે રેકોર્ડમાં ત્રણ માળની ઇમારત 4 માળની કેવી રીતે થઈ ગઈ?


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -