ગુજરાત હાઈકોર્ટમાં અલગ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બે બાળકની માતા પ્રેમી સાથે ભાગી જતા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થતા 7 મહિના સુધી પણ કોઈ ભાળ ના મળતા છેવટે કોર્ટના દ્વારા બાળકોએ ખટખટાવ્યા હતા.
બાળકોએ હેબિસ કોર્પસ દાખલ કરી હતી. 14 અને 16 વર્ષની વયના બે બાળકોએ તેમના પાડોશીની મદદથી તેમની માતાને શોધવા માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરતા પોલીસે છેવટે મહિલાને શોધીને કોર્ટમાં રજૂ કરી હતી ત્યારે બાળકોમાં નારાજગી જોવા મળી હતી. ત્યારે આ મામલે કોર્ટે કાઉન્સિલ કરવાનું કહ્યું હતું અને વધુ સુનાવણી આગામી સમયમાં મુકરર કરાઈ હતી.
વિગતવાર જોવા જઈએ તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા બાળકોના પિતાનું અવસાન અગાઉ થઈ ચૂક્યું છે ત્યારે માતા સાથે બાળકો રહેતા હતા. ઘરનું ગુજરાન ચલાવવા માટે થોડો સમય પ્રોવિઝન સ્ટોર ચલાવ્યો હતો.
આ પછી, મહિલાને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાતા પ્રેમી સાથે મહિલા ભાગી ગઈ હતી ત્યારે આ મામલે છેવટે પડોશીની મદદ લઈને હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. ત્યારે છેવટે કોર્ટે આ મામલે મહિલા મળી આવતા અત્યારે બાળકોને મહિલા સાથે રહેવા માટે આદેશ કર્યો છે. આગામી સમયમાં આ મામલે વધુ સુનાવણી થશે.

