કંગાળ થઈ ચૂકેલા પાકિસ્તાનની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. તેને માત્ર હવે નાદારી નોંધાવવાની જ બાકી રહી ગઈ છે. અહીં મોંઘવારી દર 35 ટકા પર પહોંચી ગયો છે. રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે એટલે કે પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય ડોલર સામે સતત ઘટી રહ્યું છે. સરકારી તિજોરી ખાલી થઈ ગઈ છે. વિદેશી હૂંડિયામણનો ભંડાર ઘણો ઓછો રહ્યો છે.
આર્થિક વિકાસ દર 0.5 ટકા છે, જે ગયા વર્ષે 6 ટકાની આસપાસ હતો. આવી સ્થિતિમાં રમઝાન મહિનામાં ફળોના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. સ્થિતિ એવી છે કે પાકિસ્તાનમાં રોજ રાખનારા લોકોને રોજ તોડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ઉપવાસ તોડવા માટે ફળોનો ઉપયોગ કરે તો પણ કેવી રીતે.
ફળોના ભાવ આસમાને પહોંચી ગયા છે. પાકિસ્તાનમાં કેળા 420 રૂપિયા પ્રતિ કિલો અને સફરજન 400 રૂપિયાથી વધુના ભાવે વેચાઈ રહ્યા છે. અન્ય ફળોની વાત કરીએ તો સંતરા 180 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. માત્ર ફળોના ભાવ જ નહીં, શાકભાજીના ભાવમાં પણ આગ લાગી છે.
પાકિસ્તાનમાં ડુંગળી પણ મોંઘવારીના આંસુ રડાવી રહી છે. અહીં ડુંગળીની કિંમત 200 રૂપિયાની આસપાસ છે. બીજી તરફ એક કિલો ટામેટાંનો ભાવ વિવિધ શહેરોમાં 150 થી 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે. બટાટા 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પણ વેચાઈ રહ્યા છે. જ્યારે દૂધ 154 રૂપિયા, બ્રેડ 108 રૂપિયા, ચોખા 221 રૂપિયા પ્રતિ કિલો, ચિકન 559.83 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પણ એમ પણ ખરાબ થઈ ચુકી છે. લોટના ભાવ આસમાને છે. લોકો પૂરતો લોટ મેળવી શકતા નથી. લોટ મેળવવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. તે જ સમયે, પાકિસ્તાનની સરકારી તિજોરી ખાલી થઈ રહી છે. સરકાર અને વહીવટીતંત્રનો પગાર કાપવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં વીજળી અને ગેસની અછતના કારણે હોબાળો મચી ગયો છે.
પાકિસ્તાન કટોરો લઈને દુનિયાભરના દેશો પાસેથી લોનની ભીખ માંગી રહ્યું છે. પરંતુ તેના મિત્ર દેશો પણ હવે તેને કોઈ ‘મૂલ્ય’ આપી રહ્યા નથી. પાકિસ્તાન 2019 માં હસ્તાક્ષર કરાયેલા $6.5 બિલિયન બેલઆઉટ કરારના ભાગ રૂપે IMF પાસેથી $1.1 બિલિયન મૂલ્યના નિર્ણાયક ભંડોળની છૂટની માંગ કરી રહ્યું છે. તેને પણ હજુ સુધી મંજૂરી મળી નથી.

