31 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ગાંધીનગર CM ભૂપેન્દ્ર પટેલ સાથે યુકેના 11 સાંસદોએ કરી મુલાકાત, જી 20 અંતર્ગત ચર્ચા


CM ભૂપેન્દ્ર પટેલ સાથે યુકે સરકારના પ્રતિનિધિ મંડળની મુલાકાત યોજવામાં આવી હતી. CM ભૂપેન્દ્ર પટેલ સાથે યુકેના 11 સાંસદોએ મુલાકાત કરી હતી. જી 20 અંતર્ગત મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી ડેલિગેશનના આઠ જેટલા સાંસદોની ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભમાં રાજ્યના મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ મુલાકાત-બેઠક યોજાઇ હતી.

ગુજરાતના લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુદ્રઢ સપ્લાય ચેઇનથી પ્રભાવિત બ્રિટીશ સાંસદોએ ગ્રીન ગ્રોથ અને ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ બાબતે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અમેરિકા સ્થિત જનરલ એટમિક્સ ગ્લોબલ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટીવ ડૉ.વિવેક લાલે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ ટેકનોલોજીના ઉપયોગ અને રોકાણ ક્ષેત્રે ગુજરાતમાં રહેલી સંભાવનાઓ બાબતે ચર્ચા કરી હતી.

ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલનો આજનો દિવસ વધુ વ્યસ્ત રહ્યો હતો. કેબિનેટ બેઠક બાદ સીએમને મળવા માટે વિવિધ મહાનુભાવો સ્વર્ણિમ સંકૂલ ખાતે પહોંચ્યા હતા જ્યાં બ્રિટી પ્રતિનિધિ મંડળ પહેલા સીએમની મુલાકાત માટે અમેરિકા સ્થિત જનરલ એટમિક્સ ગ્લોબલ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટીવ ડૉ.વિવેક લાલ પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે કેટલીક મહત્વની બાબતો પર સીએમએ ચર્ચા પણ કરી હતી. આ સાથે ટેકનોલોજી સિવાયની અન્ય બાબતોને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -