ઉનાથી લગભગ 50 કિમી દૂર ગીરના જંગલોમાં આવેલા તુલસીશ્યામ અને ભીમયાસ પાસેથી 2 કિમી ગીર અભ્યારણ આવેલું છે. આ ગીર અભ્યારણમાં ડોડીનેસમા ગામ છે જ્યાં માલધારીઓના 22 ખોરડાં છે.
અહિંયા પાવર સપ્લાઇની કોઈ સુવિધા નથી પરંતુ સોલાર સંચાલિત લાઇટો છે. અહિં એક સરકારી શાળા પર છે. આ શાળાની ખાસ વાત એ છે કે આખી શાળા સોલાર પાવર પર સંચાલિત છે. આંતરિયાળ સ્થળે શિક્ષણ ક્ષેત્રે અદ્ભૂત અને નવીનતમ પ્રયોગ જોવા મળી રહ્યા છે.
મશીનમાં કેટલાક વિષય કાર્ટૂનના સ્વરૂપે તૈયાર કરાયા છે.
આ અનોખી શાળાના આચાર્યે જણાવ્યું કે, જ્યારે કોઈ શિક્ષક રજા પર હોય અથવા વહિવટી કામોમાં વ્યસ્ત હોય તો ત્યારે એક મશીન થકી બાળકો અભ્યાસ કરે છે. અમુક ભાષામાં લગતા એકમમાં વિદ્યાર્થી આ મશીન થકી વધુ સારી રીતે સમજી જાય છે. એનું કારણ એ છે કે કેટલાક વિષયમાં તેમાં કાર્ટૂનના સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યા છે. આ મશીન થકી સમયની બચત સાથે કોર્ષ પૂરો કરવામાં મદદ મળે છે. ઘણી વખતે એવું પણ બને છે કે બાળકોને પહેલા વીડિયોમાં પાઠ બતાવીએ છીએ અને પછી તેને બોર્ડ પર સમજાવીએ છીએ.

