36.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

અમદાવાદ: જગતના તાત માટે માઠા સમાચાર, આ વર્ષે ચોમાસુ નબળું રહેવાની શક્યતા, જાણો સ્કાયમેટેની આગાહી વિશે


દેશમાં હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટે હવે એક મહત્ત્વની આગાહી કરી છે. મીડિયા અહેવાલ મુજબ, વિભાગે આગાહી કરી છે કે, આ વર્ષે આવનારું ચોમાસુ નબળું (બિલો નોર્મલ) રહી શકે છે. સ્કાયમેટે વર્ષ 2023 માટે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે સમગ્ર દેશમાં 94 ટકાથી ઓછો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સ્કાયમેટ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર જતિન સિંઘે જણાવ્યું હતું કે, સતત છેલ્લા 4 વર્ષ સુધી દેશમાં લા નિનોનાં કારણે ચોમાસુ સારું રહ્યું હતું.

સમગ્ર દેશમાં 94 ટકાથી ઓછું ચોમાસુ રહેશે!

સ્કાયમેટે આ આગાહી કરી કે, આ વર્ષે સમગ્ર દેશમાં 94 ટકાથી ઓછું ચોમાસું રહેવાની સંભાવના છે. જ્યારે આગામી ચોમાસુ જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી ચાલી શકે છે. જણાવી દઈએ કે આ પહેલા પણ સ્કાયમેટે આગાહી કરી હતી કે વર્ષ 2023નું ચોમાસું નોર્મલ કરતા ઓછું રહી શકે છે. એટલે કે પ્રમાણમાં નબળું રહેશે અને વરસાદ પણ ઓછો પડશે. મીડિયા અહેવાલ મુજબ, સ્કાયમેટ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર જતિન સિંઘે જણાવ્યું હતું કે, દેશમાં લા નિનોનાં કારણે સતત છેલ્લા ચાર વર્ષ સુધી ચોમાસુ સારું રહ્યું હતું. પરંતુ, હવે તે અંતિમ પડાવ પર છે.

સમુદ્રિક વાતાવરણ અને અન્ય પરિબળોનું અવલોકન કરતા જણાય છે કે અલ નિનોની અસર આ ચોમાસા પર વર્તી શકે છે. અલ નિનોની જ્યારે અસર જણાય ત્યારે ચોમાસુ નબળું રહે છે. જ્યારે વરસાદની સિઝનનો બીજો ભાગ વધારે અનિયમિત રહી શકે છે. જોકે, આ આગાહી બાદ ખેડૂતોમાં ચિંતા વધી શકે છે. એક તરફ માવઠાંએ ઊભા પાકને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે હવે ચોસામામાં ઓછો વરસાદ થતા પાક ઉત્પાદનમાં મુશ્કેલી થઈ શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -