રાજ્યમાં આ વખતે ઉનાળાની ઋતુની સાથે જાણે ચોમાસાની ઋતુ પણ શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ સમયાનુસાર ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એકવાર હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
11 અને 12 તારીખે કમોસમી વરસાદની આગાહી
મીડિયા અહેવાલ મુજબ, હવામાન વિભાગે આગાહી કરી છે કે, એપ્રિલ મહિનાની 11 અને 12 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, 11 એપ્રિલના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે 12 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. પરંતુ, બીજી તરફ આગામી 5 દિવસમાં મગરમીનો પારો વધવાની પણ શક્યતા છે. આગામી 5 દિવસમાં પારો 40 ડિગ્રીએ પહોંચી શકે તેમ છે.
કમોસમી વરસાદથી ખેડૂતો પર ચિંતાના વાદળ
જોકે, હવામાન વિભાગની આગાહીથી રાજ્યના ખેડૂતો પર ફરી ચિંતાના વાદળ ઘેરાયા છે. ખેડૂતો હજી માવઠાના નુકસાનમાંથી બેઠા નથી થયા ત્યારે વારંવાર આવતા માવઠાથી ખેડૂતોની આર્થિક સ્થિતી માઠી બની છે. મીડિયા અહેવાલ મુજબ, ખેડૂતોની સ્થિતિ જોતા રાજ્ય સરકારે માવઠાને લઇને પાક નુકસાનીનું વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમા રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરાઇ હતી

