30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

USAમાં ફરી અંધાધૂન ગોળીબાર, ઓક્લાહોમાના સિટી બારમાં ગોળીબાર થતા 3ના મોત, 3ને ગંભીર ઇજા


અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. યુએસએમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. ઓક્લાહોમામાં શનિવારે રાત્રે વધુ એક ગોળીબાર થયો હતો. આરોપીઓએ 6 લોકોને નિશાન બનાવ્યા હતા. અંધાધૂન ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે.

તાબતોડ ફાયરિંગમાં ત્રણ ઘાયલ

ઓફિસરોને રાત્રે 10 વાગ્યાની આસપાસ ઓક્લાહોમામાં વ્હિસ્કી બેરલ સલૂનમાં ગોળી થયો હોવાનો કોલ મળ્યો હતો. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેઓને બારની અંદર ત્રણ પુખ્ત વયના લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઓક્લાહોમા સિટી પોલીસના જણાવ્યા અનુસાર, અન્ય ત્રણ લોકોને ઘટના સ્થળેથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં એકની હાલત ગંભીર છે અને બે ઘાયલ છે.

ઘાયલોની હાલત નાજુક

ગોળીબારનો હેતુ અજ્ઞાત છે, એક ટીવી ચેનલના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે ન્યૂકેસલ રોડ નજીક વ્હિસ્કી બેરલ સલૂન અને દક્ષિણ-પશ્ચિમ ઓક્લાહોમા સિટીમાં સાઉથ રફ એવન્યુ ખાતે રાત્રે 9 વાગ્યાની આસપાસ ગોળીબાર થયો હતો. ઓક્લાહોમાના વ્હિસ્કી બેરલ સલૂનમાં ગોળીબારનો હેતુ હજુ પણ સામે આવ્યો નથી. જો કે, આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. તેમણે ઓક્લાહોમાના લોકોને સાવધાની રાખવા કહ્યું છે. ઓક્લાહોમા સિટી પોલીસ વિભાગે ટ્વીટ કર્યું કે, તપાસકર્તાઓ ન્યૂકેસલ રોડના 4100 બ્લોકમાં ઘટના સ્થળે હતા. પોલીસે આ કેસમાં હજુ સુધી એક પણ શંકાસ્પદની અટકાયત કરી નથી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -