ભારતીય મૂળની છોકરીની હત્યાના આરોપમાં યુએસમાં એક 35 વર્ષીય યુવકને 100 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. માયાના માતા-પિતા હોટેલના માલિક છે જ્યાં દિકરી માયાનું મૃત્યુ થયું હતું. ત્યારે આ મામલે કાનુની કાર્યવાહી યુવક પર કરવામાં આવી છે. જેમાં ત્યાંની કોર્ટે દોષિતને 100 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
હોટેલ સુપર 8 મોટેલના પાર્કિંગમાં આરોપી જોસેફ લી સ્મિથ અન્ય વ્યક્તિ સાથે ઝઘડો કરી રહ્યો હતો. આ ઝઘડામાં સ્મિથે એક ગોળી ચલાવી જે તેની સાથે ઝઘડો કરનાર વ્યક્તિને વાગી ન હતી, પરંતુ નજીકના રૂમમાં રમી રહેલી માયાના માથામાં વાગી હતી. આ સમગ્ર ઘટના વર્ષ 2021માં અમેરિકી રાજ્ય લુઇસિયાનમાં ઝઘડા દરમિયાન બની હતી. જેમાં આરોપીએ ફાયરિંગ કર્યું હતું. માયાના માથાના ભાગમાં ગોળી વાગી હતી. ગોળી વાગવાથી બાળકીને બચાવી શકાઈ નહોતી. જેના પર હવે કોર્ટે ગુનેગારને 100 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
જ્યારે ફાયરીંગ થયું ત્યારે તત્કાલ તેને હેસ્પિટલ સુધી લઈ જવાઈ હતી. બાળકીને ગોળી વાગતા ત્રણ દિવસ સુધી જીવન અને મૃત્યુની લડાઈ લડ્યા બાદ 23 માર્ચ 2021ના રોજ માયાનું મૃત્યુ થયું હતું.
ડિસ્ટ્રિક્ટ જજે જોસફ લી સ્મિથને બાળકની હત્યા માટે 60 વર્ષની સખત મજૂરીની સજા ફટકારી હતી, જેમાં કોઈ જામીન અથવા પેરોલ નથી. આ સિવાય તેને ન્યાયમાં અવરોધ અને અન્ય કેસમાં 20-20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ રીતે સ્મિથને કુલ 100 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

