26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

પ્રથમ દિવસે આઈપીએલમાં ધોનીની ટીમ સાથે હાર્દિક પંડ્યાની ટીમ ટકરાશે, બન્નેની કેપ્ટનશિપની આ છે વિશેષતાઓ


IPL 2023 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. પ્રથમ દિવસે આઈપીએલમાં ચેમ્પિયન ધોનીની ટીમ સાથે હાર્દિક પંડ્યાની ટીમ ટકરાશે, બન્ને કેપ્ટનની ખાસિયત વિશે ગુજરાત ટાઇટન્સના બોલર આર સાઈ કિશોરે હાર્દિક પંડ્યા અને એમએસ ધોનીને લઈને નિવેદન આપ્યું છે.

ગુજરાત ટાઇટન્સના સ્પિનર ​​આર સાઈ કિશોરે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને એમએસ ધોની અંગે નિવેદન આપ્યું છે. તેમને કહ્યું હતું કે, મેચ દરમિયાન ટીમની કેપ્ટનશીપ કરતી વખતે આ બંને બાબતોની કાળજી લેવી જરુરી છે.

IPL 2023 સીઝન પહેલા સાઈ કિશોરે કહ્યું કે, હાર્દિક પંડ્યા અને એમએસ ધોનીની કેપ્ટન તરીકે ટીમને હેન્ડલ કરવાની રીત સમાન છે. તેમના મતે, હાર્દિક અને એમએસ ધોની જે રીતે ગ્રાઉન્ડ પર ટીમ અને ક્રિકેટને હેન્ડલ કરે છે તેમાં ઘણી સામ્યતા છે. બંને ખૂબ જ શાંત છે. હાર્દિક સફળતા અને નિષ્ફળતાને સારી રીતે સંભાળે છે તેમની આ ક્ષમતા જે તેમના વિશે ખૂબ જ અનોખી છે, તે સંતુલિત વ્યક્તિ છે.

સાઈ કિશોરે કહ્યું કે જો તેઓ ગયા વર્ષની જેમ રમશે તો ડિફેન્ડિંગ ચેમ્પિયનના ટેગથી તેમને કોઈ ફરક પડશે નહીં. ગુજરાત ટાઇટન્સે 2022 IPLની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. IPLમાં ગુજરાત જાયન્ટ્સનું આ પ્રથમ વર્ષ હતું. આ દરમિયાન 28 વર્ષીય ખેલાડી સાઈ કિશોરે ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું, તે સુપર-સબ નિયમની જેમ કામ કરશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -